ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં લાખો રૂપિયાના હીરાની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ - Diamond theft in Surat

સુરતમાં હીરાની ઓફિસમાં ચોરીની ઘટના (Diamond theft in Surat ) સામે આવી છે. વરાછા વિસ્તારમાં આવેલી ગીર ઓફિસમાં એક ઈસમ રૂપિયા 15 લાખના હીરાની ચોરી કરતા સીસીટીવી ફુટેજમાં ( 15 lakh diamond theft in CCTV footage )જોવા મળે છે. વરાછા પોલીસ સ્ટેશનમાં (Varachha Police Station ) ફરિયાદ બાદ તપાસ શરુ થઇ છે.

સુરતમાં લાખો રૂપિયાના હીરાની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ
સુરતમાં લાખો રૂપિયાના હીરાની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ

By

Published : Dec 12, 2022, 7:42 PM IST

સુરતડાયમંડ સિટી સુરત ફરી એકવાર લાખો રૂપિયાના હીરાની ઓફિસમાં ચોરીની ઘટના (Diamond theft in Surat )સામે આવી છે. વરાછા વિસ્તારમાં આવેલી ગીર ઓફિસમાં એક ઈસમ રૂપિયા 15 લાખના હીરાની ચોરી કરતા સીસીટીવી ફુટેજમાં ( 15 lakh diamond theft in CCTV footage )જોવા મળે છે જે અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં (Varachha Police Station )ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ડ્રિલ મશીનથી ઓફિસના આગળના ભાગની ગ્રીલ તોડી ઘૂસ્યો ચોર

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ વરાછા વિસ્તારમાં આવેલી ઠાકોરદ્વાર સોસાયટીમાં હીરાની ઓફિસમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ( 15 lakh diamond theft in CCTV footage )થઈ છે. હીરા ચોરે હીરાની ઓફિસમાં ઘૂસવા માટે ડ્રિલ મશીનથી ઓફિસના આગળના ભાગની ગ્રીલ તોડી નાખેલો છે. ત્યારબાદ ઓફિસની અંદરના તાળા તોડીને અંદર પ્રવેશે છે. લાખો રૂપિયાના હીરાની ચોરીમાં (Diamond theft in Surat )કોઈ પરિચિત હોવાનું પોલીસ માની રહી છે. સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

બે ત્રણ દુકાનનો માલ એક જ જગ્યા પર મૂકવામાં આવ્યો હતો હીરા ઓફિસના કર્મચારી ભરતભાઈએ જણાવ્યું કે, મોડી રાતે કોઈ અજાણ્યા ઇસમે ગ્રીલ તોડી બારણાના તાળાં તોડીને અંદર પ્રવેશ્યો હતો અને ડ્રોવરમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના હીરાની ચોરી (Diamond theft in Surat )કરી હતી. ઓફિસમાં બે ત્રણ દુકાનનો માલ એક જ જગ્યા પર મૂકવામાં આવ્યો હતો. આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને પોલીસે ફરિયાદ નોંધી વરાછા તપાસ શરૂ કરી છે. આ સાથે અમે ઓફિસમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ ( 15 lakh diamond theft in CCTV footage )પણ પોલીસને (Varachha Police Station ) આપ્યા છે જેમાં ચોર સ્પષ્ટપણે જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details