- સુરતમાં કરોડો રૂપિયાનો હીરાનો કારોબાર થાય
- સુરતમાં એક માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ
- CCTV ફૂટેજ તપાસી 12 લાખનું હીરાનું પડીકું પરત કર્યું
સુરત :શહેરને હીરા નગરી તરીકે ઓળખવામાં આવે છે. સુરતમાં કરોડો રૂપિયાનો હીરાનો કારોબાર થાય છે. આ દરમિયાન હીરા વેપારીઓ સાથે લાખોના હીરા ચોરી થવાની તેમજ ઠગાઈ થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. પરંતુ સુરતમાં એક માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વરાછાના મીરા જેમ્સના રાહુલ મોરડિયા બુધવારે સાંજે કતારગામ ખાતે આવેલા સેફ વોલ્ટમાં હીરાના પડીકાં મુકવા માટે ગયા હતા.
આ પણ વાંચો : હીરાના કારખાનામાં 7 લાખના હીરા અને 21 હજાર રૂપિયાની ચોરી
હીરાનું જોખમ ત્યાં કામ કરતા ધીરુભાઈને મળ્યું
સેફ વોલ્ટમાં હીરા મુકવા માટે ગયા હતા. જેમાંથી એક પેકેટ સેફ ડિપોઝિટ વોલ્ટની ઉપર ભૂલી ગયા હતા. પરંતુ તે હીરાનું જોખમ ત્યાં કામ કરતા ધીરુભાઈને મળ્યું હતું. જેથી તેઓએ તે હીરાનું પડીકું મેનેજરને આપી દીધું હતું. બીજા દિવસે રાહુલને હીરાનું પડીકું ગુમ થયાની વાત જાણ થતા તેઓ કતારગામ સ્થિત સેલ્ફ ડીપોઝીટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મેનેજરે ત્યાં લાગેલા CCTV ફૂટેજ તપાસીને પાંચ લોકોની સાક્ષીમાં 12 લાખનું હીરાનું પડીકું પરત કર્યું હતું.