ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા કેરેટ સુરત ડાયમંડ એક્સપો B2B પ્રદર્શનનું આયોજન - Gujarat

સુરત: શહેરના હીરાઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે. ત્યારે આ મંદીમાંથી ઉદ્યોગો બહાર નીકળી શકે તે હેતુથી સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા સુરત ડાયમંડ એક્સપો B2B પ્રદર્શન યોજવામાં આવશે. આ પ્રદર્શન તારીખ 3થી 5 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં દેશ-વિદેશના ડાયમંડની ખરીદી કરનારા મોટી સંખ્યામાં ભાગ લેશે.

Diamond exhibition

By

Published : Jul 27, 2019, 5:28 PM IST

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના અને મધ્યમ ધંધાર્થીઓ માટે B2B કેરેટ સુરત ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના અનેક શહેરો સહિત વિદેશથી પણ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા બાયર્સ આવશે. અમેરિકા, લંડન, દુબઈ, હોંગકોંગ તેમજ ભારતના મુખ્ય શહેરોમાંથી આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાયા છે.

સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા કેરેટ સુરત ડાયમંડ એક્સપો B2B પ્રદર્શન યોજવામાં આવશે.

આ એક્ઝિબિશનમાં ખાસ નેચરલ લુઝ ડાયમંડ અને ગુલાબ કટ પોલકી નેચરલ, ફેન્સી રંગીન વગેરે જેવા તમામ પ્રકારના હીરાઓનુ પ્રદર્શન કરાશે. આ તકે ડાયમંડ એસોસિએશન દ્વારા એવી આશા રાખાય છે કે, હાલ જે હીરાઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેને આ એક્ઝિબિશનથી રાહત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શન કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાના હસ્તે ખુલ્લું મુકાશે.

ABOUT THE AUTHOR

...view details