સુરતઃશહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા આદર્શ સોસાયટીમાં વણઝારા ભૂતમામાનું એક નાનું મંદિર છે. જોવામાં ભલે આ એક નાનું મંદિર લાગે, પરંતુ ભક્તોની અસીમ શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. કહેવાય છે કે, 130 વર્ષ પહેલા અહીં અકાળની સ્થિતિ સર્જાઈ હતી. જેતે સમયે અહીં વણઝારાઓની એક તોડકી અહીં રહેતી હતી. તે સમયે એક વણઝારાનું અવસાન થઈ ગયું હતું અને અહીં તેમની સમાધિ બનાવવામાં આવી હતી. ત્યારથી જ આ સ્થળને વણઝારા ભૂતમામા તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, વણઝારા ભૂતમામાનું મંદિર છે ત્યાં જે વૃક્ષ છે. તે પણ 130 વર્ષ જૂનું છે. કહેવાય છેકે, ભૂતમામા મંદિરમાં આવનારા લોકોની માનતાઓ પૂર્ણ કરે છે અને માનતા પૂર્ણ થયા બાદ લોકો એમને સિગારેટ અર્પણ કરતા હોય છે.
આ પણ વાંચોઃAhmedabad Hanuman Temple : હનુમાનજીને 5 નાળિયેરનું તોરણ ચઢાવવાથી થાય છે મનોકામના પૂર્ણ
મગસ નામની મીઠાઈ ચઢાવવા માટેની માનતાઃએટલું જ નહીં ભૂતમામાને સિગારેટ સિવાય મગસ નામની મીઠાઈ પણ ચઢાવવામાં આવતી હોય છે. લોકોના કામકાજમાં મગજ ન ચાલતા હોય તો એ કારણે લોકો અહીં મગસ નામની મીઠાઈ ચઢાવવા માટેની માનતા પણ રાખે છે. ખાસ કરીને સારી નોકરી માટે પણ લોકો મગસની મીઠાઈની બાધા રાખતા હોય છે. જે લોકો માનસિક રીતે ત્રાસી ગયેલા હોય તેઓ પણ આ બાધા રાખે છે. મગસની મીઠાઈ અંગે ખૂબ જ ઓછા લોકોએ સાંભળ્યા હશે. કારણ કે, આ ખાસ પ્રસંગે જ ખાવામાં આવતી મીઠાઈ હોય છે. મગજ ચણાનો લોટ અને ડ્રાયફ્રુટ તેમ જ સાકરથી તૈયાર થનાર મીઠાઈ છે. કેટલાક લોકો એવા પણ છે, જેઓ દેશી દારૂની પણ બાધા રાખતા હોય છે. તેમની માનતા પૂર્ણ થઈ જાય તો તેઓ દેશી દારૂ પણ અહીં ચઢાવીને જાય છે.
સિગારેટ ચડાવીએ છીએઃમંદિરની સંભાળ કરનારા અશોકભાઈએ જણાવ્યું હતું કે, આ 130 વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર છે. અમારા પરદાદા અહીં પૂજા કરતા હતા. અમે એમને કુલદેવતા તરીકે માનીએ છીએ. આ વણઝારા ભૂતમામાનું મંદિર છે. એટલે અમે એમને ભૂતમામા મંદિર પણ કહીએ છીએ. અગાઉ અમારા જે પરદાદા હતા. તેઓ બિડી ચડાવતા હતા, પરંતુ હવે અમે સિગારેટ ચડાવીએ છીએ. કોઈ પણ મનોકામના રાખી અને પૂર્ણ થઈ જાય તો લોકો સિગારેટ ચડાવે છે.