ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં તલાટી કમ મંત્રીએ 50,000 રૂપિયાની લાંચ માગી - Gujarat News

જમીન બિન ખેતીની કરવા માટે ગ્રામ પંચાયત કચેરીમાંથી જમીન પર કોઈ લેણા નથી તે અંગેનું NOC કઢાવવામાં આવે છે. સુરતમાં આ બાબતે લાંચની માંગણી કરતા તલાટી કમ મંત્રીની રંગે હાથ ઝડપાયો હતો.

સુરતામાં તલાટી કમ મંત્રી દ્વારા 50,000રૂપિયાની લાંચની કરાઇ માંગણી
સુરતમાં તલાટી કમ મંત્રી દ્વારા 50,000રૂપિયાની લાંચની કરાઇ માંગણી

By

Published : Jun 14, 2020, 7:16 PM IST

Updated : Jun 14, 2020, 7:28 PM IST

સુરતઃ કોરોનાનો કાળા કહેર વચ્ચે પણ લોકડાઉન પણ લાંચિયા બાબુઓ ACB દ્વારા ઝડપાઇ રહ્યા છે. ત્યારે સરકારી અધિકારી હોય કે, કર્મચારી હોય પરંતુ કામ કરવા માટે લોકો પાસેથી લાંચ લેવામાં સહેજ પણ શરમ રાખતા નથી અને બેફામ લાંચની માંગણી કરીને સ્વીકારે છે, ત્યારે સુરતમાં વર્ગ-3 તલાટી લાંચ માંગતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

જમીન બિન ખેતીની કરવા માટે ગ્રામ પંચાયત કચેરીમાંથી જમીન પર કોઈ લેણા નથી તે અંગેનું NOC કઢાવવામાં આવે છે. સુરતામાં આ NOC આપવા બાબતે અવેજ પેટર પલોદ કોઠવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મોહમદ આયુબ યુસુફ મિર્ઝાએ રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી.

જો કે, ફરિયાદીએ લાંચ ન આપી ACBનો સંપર્ક કર્યો હતો અને છટકું ગોઠવ્યું હતું પરંતુ આરોપીએ લાંચ સ્વીકારી ન હોતી. પરંતુ આરોપીએ લાંચની માંગણી કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. જેથી આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

Last Updated : Jun 14, 2020, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details