ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના દિપક કાબરાની Tokyo Olympicsમાં જજ તરીકે પસંદગી - tokyo olympics

જાપાનના પાટનગર ટોકિયોમાં 23 જુલાઈથી ઓલમ્પિક 2021ની શરૂઆત થઈ રહી છે. સુરતમાં રહેતા દિપક કાબરાનું જાપાનના પાટનગર ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics)માં આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીક (Artistic Gymnastics)ના જજ તરીકે પસંદગી થઈ છે.

દિપક કાબરા
દિપક કાબરા

By

Published : Jul 14, 2021, 8:36 AM IST

Updated : Jul 14, 2021, 10:16 AM IST

  • ટોકિયોમાં 23 જુલાઈથી ઓલમ્પિક 2021ની શરૂઆત
  • સુરતના દિપક કાબરાની આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીકના જજ તરીકે પસંદગી
  • 20થી વધારે ઇન્ટરનેશનલ ગેમ્સમાં જજ તરીકે સેવા આપી

સુરત :જાપાનના પાટનગર ટોકિયોમાં 23 જુલાઈથી ઓલમ્પિક 2021ની શરૂઆત થઈ રહી છે. ત્યારે આ ઓલમ્પિકમાં સુરતના ઘોડદોડ રોડ ઉપર આવેલા ઇન્ડોર સ્ટેડિયમની સામે આવેલા સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા દિપક કાબરાનું આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીક (Artistic Gymnastics)ના જજ તરીકે પસંદગી થઇ છે. મહત્વની વાત એ છે કે, દિપક કાબરાએ ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics)માં આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીક (Artistic Gymnastics)માં જજ તરીકે પસંદગી થનારા એકમાત્ર ભારતીય સ્પોર્ટ્સ મેન છે. આ આપણા ભારત દેશ માટે ખુબ જ ગૌરવની વાત છે.

સુરત માટે ખુબ જ ગૌરવની વાત

23 જુલાઈથી જાપાનના પાટનગર ટોકિયોમાં શરૂ થનારા ઓલમ્પિકમાં વિવિધ પ્રકારના સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સમાં આર્ટીસ્ટીક જીમ્નાસ્ટીક (Artistic Gymnastics) પણ છે. જેમાં આ આર્ટીસ્ટીક જીમ્નાસ્ટીક (Artistic Gymnastics)માં જજ તરીકે ગુજરાત રાજ્યના સુરતના દિપક કાબરાની જજ તરીકે પસંદગી થયેલી છે. આ સુરત માટે ખુબ જ ગૌરવની વાત છે.

આ પણ વાંચો : જાપાનઃ પેરાલિમ્પિક્સમાં કવૉલીફાઈ થનાર ભાવિના પટેલ, સોનલ પટેલ અને કોચ લાલન દોશી સાથે ETV Bharatનો Exclusive interview

ઓલમ્પિકમાં ખેલાડી તરીકે રમી ન શકવાનું દુઃખ

દિપક કાબરાએ આ વિશે જણાવ્યું કે, આ ઓલમ્પિકમાં આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીક (Artistic Gymnastics)માં હું રમી શકીશ નહિ એનું મને દુઃખ છે. પરંતુ હવે 2021 ઓલમ્પિકમાં આર્ટીસ્ટીક જીમ્નાસ્ટીક (Artistic Gymnastics)માં જજ તરીકે મારી પસંદગી થઈ છે. તે વાતને લઈને હું ખૂબ જ ગૌરવ અને આનંદ અનુભવું છું. જોકે, બધા દેશના ખેલાડીઓને એવું સપનું હોય છે કે, ઓલમ્પિકમાં પોતાના દેશ તરફથી પ્રતિનિધિત્વ કરે અને દેશનું નામ રોશન કરે. તેવું મારૂં પણ સપનું હતું. પરંતુ મારી જજ તરીકે પસંદગી થઈ તેની માટે હું ગૌરવ અનુભવ કરી રહ્યો છું. મારી પત્ની રિલાયન્સ ફાઉન્ડેશનમાં CA તરીકે નોકરી કરે છે.

20થી વધારે ઇન્ટરનેશનલ ગેમ્સમાં જજ તરીકે સેવા આપી

દિપક કાબરા અત્યાર સુધીમાં કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, યુથ ઓલમ્પિક, યુનિવર્સિટી ગેમ્સ, વર્લ્ડ કપ તથા વર્લ્ડ ચેમ્પિયનસ વગેરે ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં જજ તરીકે સેવાઓ આપી ચુક્યા છે. તેઓ કુલ 20થી વધારે ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં જજ તરીકે સેવા આપી ચૂક્યા છે.

આ પણ વાંચો : ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિઆનની ETV ભારત સાથે ખાસ વાતચીત...

દિપક કાબરા સતત પાંચ વર્ષ સુધી સ્ટેટ ચેમ્પિયનસ રહ્યા

દિપક કાબરા સતત પાંચ વર્ષ સુધી સ્ટેટ ચેમ્પિયનસ રહ્યા છે. તેઓ જીમ્નાસ્ટીકમાં નેશનલ લેવલ સુધી પહોંચીને પછી ખેલાડી તરીકે નિવૃત્તિ પણ લઈ લીધી હતી. એક ખેલાડી સતત રમત સાથે જોડાઈ રહેવા માટે તેમણે જજની પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે જજની પરીક્ષા આપી અને તેઓ જજ બન્યા હતા.

વર્લ્ડમાં સ્પોર્ટ્સ લેવલે દેશની વેલ્યુમાં વધારો

દિપક કાબરાની જાપાનના ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) 2021માં આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીક (Artistic Gymnastics)માં જજ તરીકે પસંદગી થઈ છે. તો એમ કહી શકાય કે, આખા વર્લ્ડમાં આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીક (Artistic Gymnastics)માં 50 જેટલા જજની પસંદગી કરવામાં આવી હતી. તેમાં મારૂં સિલેક્શન થયું છે. એમાં ભારત દેશમાંથી પ્રથમ વખત કોઈ જજની પસંદગી થઇ છે. આ માટે કહી શકાય કે, વર્લ્ડમાં સ્પોર્ટ્સમાં ભારત દેશની વેલ્યુ ખૂબ જ વધી રહી છે.

આ પણ વાંચો -

Last Updated : Jul 14, 2021, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details