ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉમરપાડા તાલુકાના ચોખવાડામાં વીજળી પડી, બાળકનું મોત ત્રણ ઇજાગ્રસ્ત - ઉમરપાડા સીએચસી હોસ્પિટલ

સુરતના ઉમરપાડા તાલુકાના ચોખવાડામાં વીજળી પડવાથી એક બાળકનું મોત થયું હતું. જ્યારે ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ભારે વરસાદના પગલે ખેતરમાંથી ઘેર જઇ રહેલા પરિવાર પર વીજળી ત્રાટકી હતી જેમાં એક બાળકનું મોત થયું હતું. Death by Electrocution in Chokhvada Umarpada , Three injured in lightning

ઉમરપાડા તાલુકાના ચોખવાડામાં વીજળી પડી, બાળકનું મોત ત્રણ ઇજાગ્રસ્ત
ઉમરપાડા તાલુકાના ચોખવાડામાં વીજળી પડી, બાળકનું મોત ત્રણ ઇજાગ્રસ્ત

By

Published : Sep 12, 2022, 3:55 PM IST

સુરત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે વીજળીએ એક પરિવારને વેરણછેરણ કરી નાંખ્યો હતો. ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે પંચાયત ફળિયામાં રહેતા વસાવા પરિવારના બાળકનું વીજળી પડવાથી મોત થયું હતું વસાવા પરિવાર ખેતરે હતો ત્યારે અચાનક વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાનું ચાલુ થતાં તેઓ પણ ઘરે જવાની તૈયારી કરતા હતાં. ત્યારે જ સાહિલ પર વીજળી પડતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તેઓ બધા કુટુંબીજનો સાથે ખેતરે ગયા હતાં.

ભારે વરસાદના પગલે ખેતરમાંથી ઘેર જઇ રહેલા પરિવાર પર વીજળી ત્રાટકી હતી

ખેતરમાંથી ઘેર જઇ રહ્યો હતો પરિવારચોખવાડામાં બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે વરસાદ પડતા તેઓ ખેતરમાંથી ઘર તરફ જવા નીકળ્યા હતાં. તે જ સમયે સાહિલ પર વીજળી પડતા તેનું કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ વિરેન્દ્ર વસંતભાઈ વસાવા, વિપુલ અમરભાઈ વસાવા અને મૂળીબેન કેસરભાઈ વસાવા પર પણ વીજળી પડવાથી તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતાં.

મહિલાની હાલત ગંભીરઆ ઘટના બનતા 108ને બોલાવવામાં આવી હતી. તેઓને ઉમરપાડા સીએચસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમાં બે છોકરાઓની તબિયત સારી છે જ્યારે મૂળીબેનની તબિયત હાલ ગંભીર જોવાનું જણાવાયું હતું. હાલ તમામ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details