રાજકોટ: રાજકોટના સહકાર સોસાયટીમાંથી એક નિવૃત્ત પીએસઆઇનો મૃતદેહ પોતાના ઘરમાંથી મળી આવ્યો છે. નિવૃત્ત પીએસઆઇ પોતાના ઘરમાં એકલા રહેતા હતા. એવામાં તેમનો મૃતદેહ મળી આવતા ભક્તિનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જ્યારે આ નિવૃત્ત પીએસઆઇને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. જે સાસરે હતી અને છેલ્લા ઘણા સમયથી આ પીએસઆઇ પોતાના ઘરે એકલા એકલવાયું જીવન જીવતા હતા. એવામાં તેમનું મૃત્યુ કયાં કારણે થયું છે તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Rajkot Crime: રાજકોટમાં નિવૃત PSIનો મૃતદેહ ઘરમાંથી મળ્યો, દુર્ગંધ આવતા પાડોશીઓએ 108ને કરી હતી જાણ - Rajkot News
રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં મકાન માંથી નિવૃત PSIનો મૃતદેહ મળી આવ્યો છે. મકાનમાંથી દુર્ગંધ આવી રહી હતી. જે બાદ પાડોશીઓએ 108 ને જાણ કરી હતી. મળતી માહિતી મુજબ આ PSI આ ઘરમાં એકલા રહેતા હતા. સંતાનમાં ત્રણ દીકરીઓ છે. જે સાસરે છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે તેમણે આપઘાત કર્યો છે કે અથવા તો તેમનું કયા કારણોસર મૃત્યુ થયું છે.
"આ નિવૃત્ત પીએસઆઇ બે દિવસથી ઘરની બહાર નીકળ્યા ન હતા. જ્યારે તેમને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી એવામાં અચાનક છેલ્લા બે દિવસથી ઘર માંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ તેમના પરિવારજનોને જાણ કરી હતી. નિવૃત્ત પીએસઆઇ એમ એચ ટાંકને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે. આ ત્રણેય પુત્રીઓ હાલ સાસરે છે ઉલ્લેખનીય છે કે રાજકોટના સહકાર સોસાયટી માંથી નિવૃત્ત PSIનો મૃતદેહ મળી આવવાની ઘટનાને પગલે ભક્તિનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ નિવૃત્ત PSI એ આપઘાત કર્યો છે કે કેમ અથવા તો તેમનું કયા કારણોસર મૃત્યુ થયું છે. તે દિશામાં પોલીસ દ્વારા હાલ વધુ તપાસ શરૂ કરી છે.--" બીપીનભાઈ વાઘેલા (સ્થાનિક, રાજકોટ)
બે દિવસથી તીવ્ર દુર્ગંધ: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના સહકાર સોસાયટીમાં નિવૃત પીએસઆઇ એમ એચ ટાંક છેલ્લા ઘણા સમયથી એકલવાયું જીવન જીવી રહ્યા હતા. એવામાં તેમનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો છે. ત્યારે આ મામલે સહકાર સોસાયટીમાં રહેતા બીપીનભાઈ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, " અમારા પાડોશમાં નિવૃત્ત પીએસઆઇ રહેતા હતા. ત્યારે છેલ્લા બે દિવસથી આ ઘરમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. જેના કારણે અમે નિવૃત્ત પીએસઆઇના પરિવારજનોને આ અંગેની જાણ કરી હતી. જ્યારે તેમની દીકરીના પરિજનો અહીં આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.