જેની પાછળનું કારણ લોકસભા ચૂંટણી છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખી મોટાભાગના શ્રમિકો ઉત્તર પ્રદેશ, બિહારથી આવ્યા નથી. જેના કારણે વેપારીઓ ઓર્ડર લઇ શકતા નથી અને રોજે વેપાર થતો હતો. તેમા 25થી 30 ટકાનો ઘટાડો થઈ ગયો છે.
લોકસભા ચૂંટણીને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રમિકો ન હોવાથી વેપારીઓને નુકસાન એશિયાના સૌથી મોટા ટેક્સટાઇલ માર્કેટની કેટલી દુકાનો બંધ જોવા મળી રહી છે. જે ટેક્સટાઇલ માર્કેટમાં હંમેશા શ્રમિકોની ભીડ જોવા મળતી હતી, ત્યાં દેખાઈ રહી નથી. દુકાનોથી માંડી માર્કેટમાં જ્યાં બેસીને શ્રમિકો કામ કરતા હતા આજે તે પણ ખાલીખમ છે અને જેની પાછળનું કારણ છે લોકસભા ચૂંટણી. લગ્નસરા અને આવનાર દિવસોમાં રમજાન મહિનાને લઇ કાપડના વેપારીઓને આશા હતી કે હજારો કરોડના કાપડની ખરીદી હશે, પરંતુ માર્કેટમાં શ્રમિકોની અછતના કારણે કાપડ વેપારીઓને વેપારમાં ફટકો પડી રહ્યો છે.
સુરતના ટેક્સટાઇલ કાપડ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ, બિહારથી આવતા શ્રમિકો હોય છે. તેઓ ખાસ કરીને હોળી પર પોતાના વતન જતા હોય છે, પરંતુ એક અઠવાડિયામાં પરત આવી જાય છે. જોકે આ વખતે હોળી પર ગયેલા શ્રમિકો અત્યાર સુધી પરત આવ્યા નથી. કારણ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે. જેને ધ્યાનમાં લઇ શ્રમિકો ત્યાંથી આવી રહ્યા નથી. જ્યારે પણ વેપારીઓ તેમને ફોન કરીને બોલાવી રહ્યા છે તો તેઓ ચૂંટણી પૂર્ણ થયા બાદ આવવાની વાત કરી રહ્યા છે.
વેપારીઓનું કહેવું છે કે, હવે આ શ્રમિકો 23 મે બાદ સુરત આવશે, પરંતુ તે દરમિયાન લગ્નસરા અને રમજાનમાં જે ખરીદી હતી તે ખરીદીમાં મોટો ફટકો તેમને પડશે. જ્યાં હાલ રોજે રોજ 25થી 30 ટકાનો વેપારમાં ઘટાડો થયો છે.
લાખોની સંખ્યામાં ઉત્તર પ્રદેશ, બિહારથી આવતા શ્રમિકો સુરત ટેક્સટાઈલમાં કામ કરે છે. ઉપરાંત વિવિંગ એમ્બ્રોઇડરી અથવા પ્રોસેસિંગના કામમાં પણ ફરજ બજાવે છે, પરંતુ હોળી પર ગયેલા મોટા ભાગના શ્રમિકો પરત નહી આવતા વેપારીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. શ્રમિકો ન હોવાના કારણે આવનાર રમજાન મહિનામાં ખરીદી કરવા આવનાર લોકોના ઓર્ડર પણ વેપારીઓ લઇ શકતા નથી. આટલું જ નહી અગાઉ પણ જે ઓર્ડર આવ્યા હતા તેને ડિસ્પેચ કરી મોકલવાનું કામ પણ શ્રમિકો ન હોવાના કારણે અટવાઈ ગયું છે.
સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય આવેલા લોકો વેપાર કરે છે અને રોજગારીની તકો મેળવે છે, પરંતુ હોળી બાદ જે રીતે દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, આ જ કારણ છે કે હોળીના સમયે ગયેલા શ્રમિકો માટે ત્યાં એક આસ્થા બેરોજગાર સહિત પોતાનો મત આપવાની તક મળી ગઈ છે. કારણ એ છે કે તેઓ હવે મતદાન પૂર્ણ થયા બાદ એટલે 23 મેના રોજ પરત સુરત આવશે. જેથી વેપારીઓને ત્યાં સુધી મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.