ગુજરાત

gujarat

ETV Bharat / state

Crime in Surat: કૃષિ અધિકારીએ આયાત-નિકાસ એકમ પર દરોડા પાડ્યા - Khatodara Police

દિનપ્રતિદિન કોઇના-કોઇ પ્રકારાના કૌંભાડો બહાર આવી રહ્યાં છે, ત્યારે વધુ એક કૌંભાડ સુરત ખાતેથી સામે આવ્યો છે. સુરત સીટી ખેતીવાડી અધિકારીને (Surat City Agriculture Officer) બાતમી મળતા તે મહાલક્ષ્મી એસ્ટેટના ( Mahalakshmi Estate) ગોડાઉનમાં રેડ પાડી સઘન તપાસ હાથ ધરી હતી.

Crime in Surat: કૃષિ અધિકારીએ આયાત-નિકાસ એકમ પર દરોડા પાડ્યા
Crime in Surat: કૃષિ અધિકારીએ આયાત-નિકાસ એકમ પર દરોડા પાડ્યા

By

Published : Dec 23, 2021, 6:59 PM IST

સુરત:શહેરના બમરોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં (Bamroli Industrial estate) આવેલા ક્રિસના ઈમ્પોર્ટ એક્સપોર્ટ એકમના (Krishna Chris's Import Export Unit) મહાલક્ષ્મી એસ્ટેટના ગોડાઉનમાંથી (Godown of Mahalakshmi Estate) ખેતી માટે ઉપયોગમાં લેવાતા સબસીડીવાળા યુરીયાની 50 કિલોની 1201 બેગનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરત સીટી ખેતીવાડી અધિકારી (Surat City Agriculture Officer) દ્વારા નાયબ ખેતી નિયામકને મળેલી બાતમીના આધારે રેડ પાડતા સૌપ્રથમ આટલી મોટી સંખ્યામાં ખેતી માટેનો જથ્થો અધિકારીઓને હાથ લાગતા સતાવાર રીતે જવાબદારો સામે ખટોદરા પોલીસ (Khatodara Police) મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ખેતીવાડી અધિકારી દ્વારા ઈમ્પોર્ટ એક્સપોર્ટ એકમમાં સઘન ચેકિંગ કરાયું

અધિકારીઓની રેડ દરમિયાન ક્રિષ્નાના ભાગીદારો નાયક નટવરલાલ તેમજ ડોકટર રાજ હેમંત દ્વારા આ બેગ રાજસ્થાન અને ખંભાતથી મંગાવાયું હોવાનો ખુલાસો થયો હતો, પરંતુ તપાસ દરમિયાન તમામ ખુલાસાઓ ખોટા સાબિત થયા હતા. જેને પગલે ખેતીવાડી અધિકારી પાબેન ઘેટિયા દ્વારા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરાઈ હતી.

આરોપી સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ

ખેતીવાડી શાખાની ગત તા. 14મીના રોજ ગોડાઉનની તપાસમાં રાજસ્થાનની એક ટ્રક મારફત 35 ટન યુરિયાનો જથ્થો મળ્યો હતો. જેમાં 50 કિલોની 100 બેગ ઉપર કશું જ છપાયું ન હતું. ઉપરાંત ઔદ્યોગિક વપરાશ માટેની 45 કિલોની 30 બેગ મળી આવી હતી. જે શંકાસ્પદ જણાઈ આવી હતી. અન્ય 480 બેગ તેમજ 30 ખાલી હીંગ મળી આવી હતી. યુરિયાનો આ તમામ જથ્થો શંકાસ્પદ જણાતા તેને લેબોરેટરીમાં મોકલી અપાતા કુલ 1210 જેટલી મળી આવેલી તમામ બેગમાં નીમ કોટેડ અને સરકારની સબસીડી વાળી ખેતી માટેનું યુરિયા હોવાનું સાબિત થતાં આજે ગુરુવારના પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.

આ પણ વાંચો:

Surat metro station: સુરત મેટ્રોની કામગીરીમાં બેદરકારીના પગલે કિશોર કચડી મરાયો

Vadodara Rape Suicide Case: વડોદરાની OASIS સંસ્થાના બે સંચાલકો અને એક મેન્ટર સામે ગુનો નોંધાયો

ABOUT THE AUTHOR

...view details