સુરત પાંડેસરાના ગણપત નગરમાં એક 21 વર્ષીય યુવાનને પેટમાં ચપ્પુ (Crime Case in Surat) મારી આંતરડા બહાર કાઢી નાખ્યાનો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય બાબતને લઈને ચાર યુવકોએ ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે ચાર ઘા મરાયા હતા. જો કે, આ યુવાને તાત્કાલિક 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ખસેડવામાં આવ્યો હતો.
"ત્રણથી ચાર જેટલા શખ્સોએ મને બોલાવ્યો હતો"
ઈજાગ્રસ્ત આનીશ દયારામ ચમાર જણાવ્યું કે, હું જમીને ઘરની બહાર નીકળ્યો એટલે મને સોસાયટીના ગેટ પર બેઠેલા ત્રણ થી ચાર જેટલા શખ્સોએ બોલાવ્યો હતો. તેને અપશબ્દો બોલવા લાગ્યા હતા. મેં અપશબ્દો બોલવાની ના પાડી તો તે મારી જોડે ઝઘડો કરવામાં લાગ્યા હતા. જેમાંથી બાલા નામનો વ્યક્તિ મને હાથ અને પેટમાં ચાકુ (Attack on a Young Man in Surat) માર્યું હતું. હું મૂળ ઉત્તરપ્રદેશના જિલ્લા આંબેડકર નગર રૂસ્તમપુરા ગામનો છું.