સુરતગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતાપાર્ટી દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરી (gujarat Assembly Election 2022) છે. આજે સેનેસ લેવાનો બીજો દિવસ છે.ત્યારે આજે સુરત લિંબાયત વિધાનસભા (Limbayat assembly seat)બેઠક ઉપર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નો ભાણીયા આલોક ચૌધરીએ (Surat BJP) પોતાની દાવેદારીનોંધાવતા રાજકારણમાં ગરમાટો આવ્યો છે. કારણકે ત્યાંજ ધારાસભ્ય સંગીતા પાટીલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે દાવેદારી નોંધાવા પોહોંચ્યા હતા. અને બીજી બાજું જ આલોક ચૌધરીના પણ સમર્થકો સામસામે આવી ગયા હતા.
સીટ જતી રહેવાનો ડરઆલોક ચૌધરીએ પોતાની દાવેદારી નોંધાવતા ધારાસભ્ય સંગીતાબેન પાટીલના ચેહરા ઉપર સીટ જતી રહેવાનો ડર જોવા મળતો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેનેસ લેવાની શરૂઆત કરી છે. આજે સેનેસ લેવાનો બીજો દિવસ છે. ત્યારે આજે સુરત લિંબાયત વિધાનસભા બેઠક ઉપર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ભાણીયા આલોક ચૌધરીએ પોતાની દાવેદારી નોંધાવતા ધારાસભ્ય સંગીતા પાટીલના ચેહરા ઉપર સીટ જતી રહેવાનો ડર જોવા મળતો હતો.
વિધાનસભા બેઠક ઉપર વિજયસુરત લિંબાયત વિધાનસભા બેઠક માટે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા.ધારાસભ્ય સંગીતા પાટીલ છેલ્લા બે ટમ થી લિંબાયત વિધાનસભા બેઠક ઉપર વિજય મેળવતા આવ્યા છે. લીંબાયત વિધાનસભાની બેઠક ઉપર હાલ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ છે. છેલ્લા 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 2.59.916 થયું હતું. તેમાંથી ધારાસભ્ય સંગીતાબેન પાટીલને કુલ 1.70.630 મત મળીયા હતા. એટલે કે તેમને 65 ટકા મત મળ્યા હતા. તેઓ વિજય થયાં હતા. તે સમય દરમિયાન તેમની કોંગ્રેસના નેતા રવિન્દ્ર પાટીલને કુલ 61.634 મત મળિયા હતા. એટલેકે તેમને 36 ટકા મત મળ્યા હતા.આ પહેલા છેલ્લા 2012માં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય સંગીતાબેન પાર્ટીને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે તેમને તે સમયે વિધાનસભાની બેઠકમાં મતદાન વખતે કુલ 1.50.298 મતદાન થયું હતું. તેમાંથી ધારાસભ્ય સંગીતા પાટીલને કુલ 90000 હજાર મત મળ્યા હતા. તેમને કુલ 53 ટકા મત મળિયા હતા અને તેઓ વિજય પણ બન્યા હતા.
સામાજિક કાર્યકર્તાલીંબાયત વિધાનસભાની બેઠક ઉપરથી આલોક ચૌધરી પણ પોતાની દાવેદારી નોંધાવ્યું તો તેમની વાત કરવામાં આવે તો તેઓ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ભાણીયો છે. તેઓ છેલ્લા 6 વર્ષથી સામાજિક કાર્યકર્તા છે. તથા ભાજપ માટે ઘણા સમયથી નાના-મોટા કામો કરતા આવ્યા છે