- 1000 લોકોને રસી મુકવાનો લક્ષ્યાંક
- બે દિવસ માટે યોજાઈ રહ્યો છે કેમ્પ
- 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકો માટે રસીકરણનો પ્રારંભ કરાયો
સુરત: બારડોલીના ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ દ્વારા ગુરુવારથી કોવિડ 19 વેક્સિનનો પહેલો ડોઝ લગાવવાના કાર્યક્રમનો જલારામ મંદિર હોલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 45 વર્ષથી વધુ વયજુથના લોકો મોટી સંખ્યામાં વેક્સિન મુકાવવા માટે પહોંચ્યા હતા.
વિના મૂલ્યે મુકવામાં આવી રહી છે રસી
બે દિવસ ચાલનારા આ વેક્સિનેશન કેમ્પમાં વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. બે દિવસમાં 1000 લોકોને રસી મુકવાનો અંદાજ છે. આજે એટલે કે 1લી એપ્રિલથી 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકોના રસીકરણનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: પરપ્રાંતિય લોકોનું પણ કોરોના રસીકરણ ઝડપથી હાથ ધરાશે: CM રૂપાણી
રસીકરણને લઈને લોકોમાં આવી રહી છે જાગૃતિ
છેલ્લા કેટલાક દિવસથી વધી રહેલા કોરોનાના કેસોને કારણે લોકોમાં રસી મુકાવવા બાબતે જાગૃતિ આવી છે. આ ઉપરાંત ગામે ગામ અને સોસાયટીઓમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય લોકો હવે સ્વયંભૂ રસી મુકાવવા આગળ આવી રહ્યા છે.
બારડોલીમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો જાહેર પ્રવૃત્તિ સાથે જોડાયેલાઓ માટે ઉંમર બાધ નહિ
હેલ્થ વર્કર્સ, સરકારી કર્મચારીઓ, સામાજિક ક્ષેત્ર સાથે કે સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો ઉપરાંત જાહેર પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો માટે કોઈ ઉંમર બાધ નડતો નથી એવું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પરપ્રાંતિય લોકોનું પણ કોરોના રસીકરણ ઝડપથી હાથ ધરાશે: CM રૂપાણી
તાલુકા-શહેરમાં અત્યાર સુધીમાં 21,500થી વધુએ લીધો રસીકરણનો લાભ
બારડોલી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. હેતલ ચૌધરીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કેમ્પમાં 1000 લોકોને રસી મુકવાનો લક્ષ્યાંક છે. વધુને વધુ લોકો રસી મુકવા માટે પ્રેરાય તે માટે આવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં બારડોલી શહેર અને તાલુકો મળી કુલ 21 હજાર 500થી વધુ લોકોને રસી મુકવામાં આવી છે.
આ કામગીરી ઝડપથી ઉપાડવાની સૂચનાઓ જિલ્લા વહિવટીતંત્રને આપી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ આવા પરપ્રાંતિય લોકો માટે વેક્સિનેશનની સ્ટ્રેટેજી બનાવીને આ કામગીરી ઝડપથી ઉપાડવાની સૂચનાઓ જિલ્લા વહિવટીતંત્ર અને શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરોને આપી છે.
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને લેવાયો મોટો નિર્ણય
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયોલી કોર કમિટીની બેઠકમાં વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. જેનાથી પરપ્રાંતીય લોકોને પણ હવે કોરોનાથી રક્ષણ આપવામાં આવશે.