સુરત :શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને લઈને તંત્ર દ્વારા લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઉતરાયણના તહેવારબાદ સંક્રમણ વધવાની શક્યતા હોવાના કારણે ટેસ્ટીંગની કામગીરી પણ વધારી દેવામાં આવી છે.
સુરતમાં કોરોના ટેસ્ટીંગમાં વધારો
સુરતમાં કોરોના સંક્રમણ ફરી એક વખત વધ્યુંછે. છેલ્લા 3 થી 4 દિવસ દરમ્યાન 2 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. બીજી તરફ ઉતરાયણ પર્વમાં લોકો ભેગા થયા હોય તેવામાં સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાઓ સહિતની જગ્યા પર ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. સાથે જ લોકોને સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃBJP Yuva Mitra Abhiyan 2022 : 2.16 લાખ યુવાઓને પાર્ટી સાથે જોડ્યાં
સુરતમાં કોરોના કેસમાં વધારો
સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation )આરોગ્ય અધિકારી ડૉ.પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે સુરતમાં છેલ્લા 3 થી 4 દિવસથી 2500 થી 3 હજાર જેટલા કોરોના કેસ સામે આવી રહ્યાં છે. આ ઉપરાંત ઉત્તરાયણમાં લોકોએ ઉજવણી કરી હતી. જેથી સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી મહાનગરપાલિકાના દ્વારા ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યું છે. જેથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. 10 દિવસ પહેલા 2 ટકા પોઝિટીવ રેટ હતો જે હવે 12 ટકા જેટલો જોવા મળી રહ્યો છે. જેથી શાળાઓમાં પણ ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યું છે. સુરતમાં એક્ટીવ કેસ પૈકી 300 જેટલા દર્દીઓ દાખલ છે. 22 લોકો વેન્ટિલેટર પર છે અને 81 જેટલા લોકો ઓક્સિજન બેડ પર સારવાર મેળવી રહ્યા છે.
આ પણ વાંચોઃAbu Dhabi Drone Attack: ડ્રોન એટેકમાં 2 ભારતીય સહિત 3ના મોત, હૂતીએ કર્યો હુમલાનો દાવો