સુરત: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પાટીલ પોતાના મત વિસ્તારના યુવાનની મદદ કરી હતી. આ યુવાને પોતાના એક દિવસના બાળકની અન્નનળીમાં સમસ્યા હોઈ ઓપરેશન માટે આર્થિક મદદ માગી હતી. આર્થિક મદદની સાથે સરકારી સહાય બાબતે પણ યુવાનની મદદ કરી છે. સી. આર. પાટીલે યુવાનને પોતાની ઓફિસમાંથી 25 હજારનો ચેક અપાવ્યો છે. હાલ સી આર પાટીલ કોરોનાને કારણે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
કોરોના પોઝિટિવ હોવા છતાં સી. આર. પાટીલે કરી નવજાત બાળકની મદદ, વીડિયો વાયરલ - પાંડેસરા
ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન એક શિક્ષકે તેના બાળક માટે મદદ માગતા તેમને 25,000 રૂપિયાનો ચેક આપ્યો હતો. આ સાથે સી. આર. પાટીલે તેમને સરકારી યોજના 'માં અમૃતમ કાર્ડ' કાઢવા માટે તેમની ઓફિસની મુલાકાત લેવા જણાવ્યું હતું.
હાલ કોરોનાની સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક પિતાની મદદ કરીને ઉમદા ઉદાહરણ આપ્યું છે. રવિ ત્રિપાઠીની એક દિવસના બાળકના અન્નનળીમાં તકલીફ હોવાથી ઓપરેશન જરૂરી બની ગયું હતું, પણ આર્થિક તંગીના કારણે ઓપરેશનનો ખર્ચ આ પરિવારને ખૂબ મુશ્કેલ લાગતો હતો. ત્યારે સી. આર. પાટીલને એક વીડિયો કોલ કરીને આ પરિવારની આ સમસ્યા દૂર થઈ ગઈ.
ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં હોવા છતાં સી. આર. પાટીલે આ પરિવારને દીકરીની સારવાર માટે જરૂરી માં કાર્ડ બનાવી આપવા માટે પણ મદદ કરી હતી. આ સાથે ઓપરેશન માટે જરૂરી આર્થિક સહાય પણ કરી આપી હતી.