- સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન
- બે વર્ષથી આર્ટિસ્ટની એક પણ પેઈન્ટિંગનું વેચાણ થયું ન હતું
- દોઢ વર્ષથી એક પણ પેઇન્ટિંગનું વેચાણ થયું નથી
સુરત : બે વર્ષ પછી કોઇ આર્ટિસ્ટ (artist)ની પેઈન્ટિંગ વેચાય તેનો આનંદ માત્ર આર્ટિસ્ટ જ સમજી શકે છે. સુરતના એક આર્ટિસ્ટની તસ્વીરની માત્ર 30 મિનિટમાં ખરીદી થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષથી આર્ટિસ્ટ (artist)નીએક પણ પેઈન્ટિંગનું વેચાણ થયો ન હતું. રૂચિને આજીવિકાનું સાધન બની ચૂકેલી એક પેઇન્ટિંગના વેચાણ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આવા આર્ટિસ્ટને પ્લેટફોર્મ આપવા માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સ(Surat Chamber Of Commerce) દ્વારા એક એક્ઝિબિશન (Exhibition)નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કચ્છ જિલ્લામાં સોના-ચાંદી મંડળે લેટેસ્ટ ડિઝાઈનો માટે એક્ઝિબિશન યોજ્યું
બે વર્ષથી આર્ટ ક્ષેત્રથી સંકળાયેલા કલાકારોની સ્થિતિ કફોડી
કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આર્ટ ક્ષેત્રથી સંકળાયેલા કલાકારોની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઇ હતી. કોરોનાના કારણે પોતાની આવક ગુમાવનારા કલાકારોને ફરીથી પગભર કરવા માટે આજથી ત્રણ દિવસીય ક્રિએટિવ સ્ટુડિયો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક્ઝિબિશન(Exhibition) રાખવામાં આવ્યું છે.
પેઇન્ટિંગની સાથે-સાથે તેઓએ કવિતા રજૂ કરી