ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona case in Surat: કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશના પુત્ર કોરોના પોઝિટીવ - સુરત આરોગ્ય વિભાગ

રાજ્યમાં હાલ કોરોનાના કેસમાં ધીમે ધીમે ઉછાળો (Corona cases in Gujarat )જોવા મળી રહ્યો છે.કેન્દ્ર સરકારમાં રેલવે અને ટેક્સટાઇલ રાજ્યપ્રધાન( Minister of State for Railways and Textiles )દર્શના જરદોશનો પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટીવ(Corona's report of Darshana Zardosh's son is positive) આવ્યો છે.

Corona case in Surat: કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશના પુત્ર કોરોના પોઝિટીવ
Corona case in Surat: કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશના પુત્ર કોરોના પોઝિટીવ

By

Published : Dec 21, 2021, 6:56 PM IST

સુરત :કેન્દ્ર સરકારમાંરેલવે અને ટેક્સટાઇલ રાજ્યપ્રધાન( Minister of State for Railways and Textiles )દર્શના જરદોશનો પુત્ર પ્રણય વિક્રમ જરદોશ કોરોના પોઝિટિવ આવ્યો છે. RTPCR ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ(Corona's report of Darshana Zardosh's son is positive) આવતા તેને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

હાલ તેઓને કોરોનાના સામાન્ય લક્ષણો

પ્રણય જરદોશ કોરોના પોઝિટીવહોવાની(Corona case in Surat ) પુષ્ટી કરતાં સુરત મહાનગરપાલિકાના(Surat Municipal Corporation ) ડેપ્યુટી હેલ્થ કમિશનર ડૉ.આશિષ નાયકે જણાવ્યું હતું કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી(Corona case in Surat ) જેથી તેણે ઓમિક્રોનનો ચેપ આવવાની શક્યતા જણાતી નથી. તેઓએ ઉમેર્યું હતુ કે સરકારની ગાઇડલાઈન મુજબ હવે દરેક પોઝિટિવ દર્દીના સેમ્પલ જીનોમ સિકવેનસિંગ(Patient sample genome sequencing ) માટે મોકલવામાં આવે છે. એટલે ત્રણેય દોષના નમુના પણ મોકલ્યા છે પણ હાલ તેઓને સામાન્ય કોરોના જણાઈ રહ્યો છે.

પત્ની અને દીકરી પણ ચાર દિવસ પૂર્વે પોઝિટિવ

આ અંગે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે પ્રણયને સામાન્ય તાવ અને તબિયત સારીના હોવાની ફરિયાદ હતી. જેથી ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો હાલ તે ઘરે જ છે અને સ્વસ્થ છે તેઓએ ઉમેર્યું હતુ કે થોડા દિવસ પૂર્વે એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપ્યા બાદ તેના સસરા પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ તેની પત્ની અને દીકરી પણ ચાર દિવસ પૂર્વે પોઝિટિવ આવતા પ્રણય પણ હોમ ક્વોરેન્ટાઈન હતો ત્યારબાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા એ સંપૂર્ણ રીતે આઇસોલેશન હેઠળ છે.ઉલ્લેખનીય છે કે દર્શના જરદોશ હાલ સંસદનું શિયાળુ સત્ર (Winter Session of Parliament)ચાલું હોવાથી દિલ્હી છે.

આ પણ વાંચોઃGSSSB Head Clerk Exam 2021: હર્ષ સંઘવીની જાહેરાત, હેડ ક્લાર્કની પરીક્ષા રદ

આ પણ વાંચોઃHigh Court notice to Dholera: ધોલેરા SIR ડેવલોપમેન્ટ ઓથોરિટીને હાઇકોર્ટની નોટિસ

ABOUT THE AUTHOR

...view details