સુરત :ચીન સહિત વિશ્વના અન્ય દેશોમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ ભારત (corona cases today) સરકારે કેટલીક ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં માસ્ક પણ અનિવાર્ય કર્યા છે. સંભવિત ચોથી લહેરને ધ્યાનમાં રાખી તંત્ર સાથે લોકો પણ એલર્ટ થઈ ગયા છે અને હાલ મેડિકલ ગેજેટની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં જે રીતે કોરોના સંક્રમણ વધતા સ્થિતિ-કફોડી બની છે. તેના કારણે ભારત સહિત અન્ય દેશોની ચિંતા વધી રહી છે અને ભારત સરકારે સતત હાઈ લેવલ મીટીંગ કરી છે. રાજ્યો માટે ગાઈડલાઈન બહાર પાડી રહ્યા છે. તો બીજી બાજુ જે મેડિકલ ગેજેટ છે તેની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દરેક મેડિકલ ગેજેટ પર 20થી 40ટકાનો વધારો થયો છે. (Corona case in Gujarat)
પલ્સ ઓક્સિમીટરમાં આ 20 ટકાનો વધારોઓક્સિજનના સ્તરની નિયમિત રીતે તપાસ કરવા માટે જરૂરી ઓક્સિમીટરની ડિમાન્ડ પણ વધી ગઈ છે. ડોક્ટરોનું માનીએ તો જો ઓક્સિજનની માત્રા 95થી 100 ટકાની રેન્જમાં હોય તો તેને સામાન્ય ગણવામાં આવે છે. જો કોરોના સંક્રમિતોમાં ઓક્સિજનનું સ્તર 90 ટકાથી ઓછું થઈ જાય તો સારો સંકેત નથી. આ જ કારણ છે કે કોરોના સંક્રમણ વધવાની શક્યતાની સાથોસાથ ઓક્સિમીટરની ઇન્કવાયરી પણ વધી ગઈ છે. બજારમાં પહેલા પલ્સ ઓક્સિમીટરની કિંમત આશરે 650 રૂપિયા હતી જે હાલ વધીને 850થી 900 રૂપિયા થઈ ગઈ છે. (corona medical equipment)
નેબ્યુલાઇઝર મશીનની કિંમતમાં વધારોનેબ્યુલાઇઝર મશીન કોરોના સામે લડવામાં મદદ કરે છે. ખાસ કરીને તે ચેપગ્રસ્ત ફેફસામાં સીધો ઓક્સિજન પહોંચાડે છે. અગાઉ તેની કિંમત 1000થી 1500 રૂપિયા હતી. જે વધીને 1700થી 2000 રૂપિયા થઈ ગઈ છે. (medical gadgets prices Increase)
કોન્ટેક્ટલેસ થર્મોમીટરકોરોના ચેપી રોગ છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ખૂબ જ જરૂરી છે અને તેના માટે કોન્ટેક્ટ લેસ થર્મોમીટર ઉપયોગી સાબિત થયું છે. સંક્રમિત વ્યક્તિથી દૂર રહી તેના શરીરનું તાપમાન આ મશીનથી માપી શકાય છે. અગાઉ તેની કિંમત 1000 રૂપિયા હતી. હાલ તેની કિંમત 1200થી 1300 રૂપિયા થઈ ગઈ છે.