સુરત: સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે પરીક્ષા દરમિયાન ગેરીરીતિ રોકવા શિક્ષણ વિભાગ સજ્જ જોવા મળી રહ્યું છે. તમામ વિધાર્થીઓને કોઈ પણ સાહિત્ય ન લઈ જવા માટેની કડક સૂચનાઓ આપવામાં આવી છે.
શાળાનું ફરમાન- "બોર્ડની પરીક્ષા છે...નકાબ-હિઝાબ પહેરી વર્ગખંડમાં આવવું નહીં" - બોર્ડ પરીક્ષા
સુરતમાં બોર્ડની પરીક્ષા કેન્દ્ર પર 10 જેટલી મુસ્લિમ વિધાર્થિનીઓને "બોર્ડની પરીક્ષા દરમિયાન નકાબ અને હિઝાબ પહેરી વર્ગખંડમાં નહીં આવવું" તેવી સૂચના શાળા દ્વારા આપવામાં આવતા વિવાદ થયો છે. જેને લઈ તમામ વિધાર્થીનીઓ અને વાલીઓ આજ રોજ સુરત કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં જમીયતે ઉલમાએ હિન્દના નેજા હેઠળ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
"બોર્ડની પરીક્ષા દરમિયાન નકાબ અને હિઝાબ પહેરી વર્ગખંડમાં નહીં આવવું " તેવી સૂચના શાળા દ્વારા આપવામાં આવતા વિવાદ
બીજી તરફ સુરતની અડાજણ વિસ્તારમાં આવેલી શાળામાં નકાબ અને હિઝાબ પહેરી બોર્ડની પરીક્ષા આપવા ગયેલી દસ અલગ અલગ મુસ્લિમ વિધાર્થીનીઓને નકાબ અને હિઝાબ વગર આવવા માટેની સૂચના આપવામાં આવી છે. જેને લઈ વિવાદ થયો છે.
મુસ્લિમ સમાજમાં મોટાભાગની મહિલાઓ અને યુવતીઓ પરંપરા પ્રમાણે નકાબ અને હિઝાબનો પહેરવેશ પહેરતી હોય છે, પરંતુ શાળા દ્વારા આપવામાં આવેલી આ સૂચના બાદ વાલીઓ લાલઘૂમ થયા છે. જ્યાં જમિયતે ઉલમાએ હિન્દના નેજા હેઠળ આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂવાત કરવામાં આવી છે.