સુરત: રાજ્યના આરોગ્ય પ્રધાનના પુત્ર સાથે થયેલા વિવાદ બાદ ચર્ચામાં આવેલી લોકરક્ષક દળની મહિલા જવાન સુનિતા યાદવ સામે વરાછા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરવામાં આવી છે. પ્રધાનના પુત્ર સાથે થયેલા વિવાદ અગાઉ વરાછાના માતાવાડી વિસ્તારમાં પ્રજાના જનપ્રતિનિધિ સાથે પણ સુનિતાએ જાહેરમાં અશોભનીય વર્તન કર્યા હોવાના આક્ષેપ થયા છે. જ્યારે સુનિતાના પિતા દ્વારા પણ ધંધાકીય વ્યવહારોમાં વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હોવાના આરોપ થયા છે.
વિવાદીત LRD સુનીતા યાદવનું વધુ એક અશોભનીય વર્તન સામે આવ્યું, જાણો વિગત - surat police
રાજ્યના આરોગ્ય પ્રધાનના પુત્ર સાથેના વિવાદથી ચર્ચામાં આવેલી લોકરક્ષક દળની મહિલા જવાન સુનિતા યાદવ સામે વરાછા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરવામાં આવી છે, તો બીજી તરફ સુનિતાના પિતા દ્વારા પણ ધંધાકીય વ્યવહારોમાં વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હોવાના આરોપ થયા છે.
વરાછા માનગઢ ચોક ખાતે પ્રધાન પુત્ર સાથે થયેલ વિવાદ બાદ રાતોરાત ચર્ચામાં આવેલી એલઆરડી મહિલા જવાન સુનિતા યાદવનું અશોભનીય વર્તન સામે આવ્યું છે. વરાછામાં આ પ્રથમ કિસ્સો નથી, સુનિતાએ અન્ય લોકોને જાહેરમાં હડધૂત કરી ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ થયા છે. વરાછા માતાવડી વિસ્તારમાં વર્ષોથી પ્રજાના પ્રતિનિધિ તરીકે કામ કરતા રાજુભાઇ ગોધાણી અને તેમના મિત્ર જોડે ગત તારીખ 5મી જુલાઈના રોજ જાહેરમાં અપમાનિત કરી ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સ્થાનિક દુકાનદારોને ખોટી રીતે હેરાન કરાતું હોવાની જાણકારી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં સુનિતાએ જાહેરમાં અપશબ્દો બોલી ગેરવર્તણૂક કરી હતી. આ અંગે લેખિતમાં સુરત પોલીસ કમિશનર અને વરાછા પોલીસ મથકમાં રાજુ ગોધાણી દ્વારા અરજી કરી કાર્યવાહીની માગ કરવામાં આવી છે.