ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકાર દ્વારા વધારવામાં આવેલ ભાવને લઇ કોંગી મહિલાઓએ કર્યો વિરોધ - વિરોધ

સુરત જિલ્લાના માંડવી ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસ, સીંગતેલ, પેટ્રોલ ડીઝલના વધતાં ભાવો મામલે વિરોધ પ્રદર્શન કરાયું હતું. વધતા ભાવો પરત ખેંચવાની માગ સાથે માંડવી મામલતદારને આવેદન આપ્યું હતું.

સરકાર દ્વારા વધારવામાં આવેલ ભાવને લઇ કોંગી મહિલાઓએ કર્યો વિરોધ
સરકાર દ્વારા વધારવામાં આવેલ ભાવને લઇ કોંગી મહિલાઓએ કર્યો વિરોધ

By

Published : Dec 31, 2020, 5:06 PM IST

  • કોંગી મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
  • ગેસના સિલિન્ડર, સિંગતેલના ડબ્બાઓ લઈને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ
  • સરકાર દ્વારા કરવામાં આવેલો ભાવવધારો પાછો ખેંચવા માગ
  • મહિલાઓએ હાથમાં પ્લે કાર્ડ લઈ નોંધાવ્યો વિરોધ

    સુરતઃ મોંઘવારીના મુદાઓને લઈ ને સુરત જિલ્લાના માંડવી ખાતે સુરત જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ મીનાબેન ચૌધરીની આગેવાનીમાં કોંગી મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કોંગી મહિલા કાર્યકરોએ પ્લે કાર્ડ દર્શાવી રેલી યોજી હતી અને માંડવી મામલતદાર કચેરી ખાતે હલ્લાબોલ કરાયું હતું. કેટલાક દિવસોથી ગેસના સિલિન્ડર, સીંગતેલના ડબ્બાઓ લઈને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો.


  • મહિલાઓએ વિરોધ કરી મામલતદારને આપ્યું આવેદન

    માંડવી ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પ્લે કાર્ડ, રાંધણ ગેસના સિલિન્ડર સહિતની વસ્તુઓ લઈને આવ્યા હતાં અને નગરમાં રેલી આકારે માંડવી મામલતદાર કચેરી પહોંચ્યાં હતાં અને જ્યાં વધતા ભાવો અને મોંઘવારીના વિરોધમાં માંડવી મામલતદાર કચેરી ખાતે આવેદન પણ આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ગેસના સિલિન્ડર, સીંગતેલના ડબ્બામાં વધારવામાં આવેલ ભાવવધારો પાછો ખેંચવા કોંગી મહિલાઓ દ્વારા માગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details