ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાનના હસ્તે માંડવી ખાતે “કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજના”નું લોકાર્પણ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે માંડવી ખાતે “કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજના”નું લોકાર્પણ આજે રવિવારે કરવામાં આવ્યં છે. આ યોજના થકી કુલ 89 ગામના 49,500 એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

By

Published : Jan 10, 2021, 5:04 PM IST

લોકાર્પણ
લોકાર્પણ

  • 570 કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી કુલ 89 ગામના 49,500 એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે
  • 3 મધ્યમ ડેમ, 2 મોટા તળાવો, 6 કોતરો અને 30 ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે
  • માંડવી અને માંગરોળ તાલુકાના 29,000 આદિજાતિ ખેડૂત પરિવારોને લાભ મળશે
  • 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

સુરતઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે માંડવી ખાતે “કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજના”નું લોકાર્પણ આજે રવિવારે કરવામાં આવ્યં છે. આ યોજના થકી કુલ 89 ગામના 49,500 એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

મુખ્યપ્રધાનના હસ્તે માંડવી ખાતે “કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજના”નું લોકાર્પણ

89 ગામો મળી 49,500 એકર જમીનને પાણી મળશે

આ યોજના થકી સુરતના આદિજાતિ તાલુકાઓના ખેડૂતોને બારમાસી સિંચાઇ સગવડ આપતી 570 કરોડ રૂપિયાની મહત્વકાંક્ષી યોજનાના લોકાર્પણ કર્યું હતું. સુરત જિલ્લાના માંડવી તાલુકાના 61 ગામોના 20,525 એકર તથા માંગરોળ તાલુકાના 28 ગામોના 28,975 એકર વિસ્તાર મળી કુલ 89 ગામોના કુલ 49,500 એકર વિસ્તારને વિતરણ વ્યવસ્થા થકી સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થતાં 29,000 આદિજાતિ ખેડૂત પરિવારોને લાભ થશે. આ ઉપરાંત 3 મધ્યમ ડેમ, 2 મોટા તળાવો, 6 કોતરો અને 30 ચેક ડેમોમાં પાણી સંગ્રહ થશે. જેથી આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા મળશે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે આયોજિત આ અદકેરા કાર્યક્રમમાં કેબીનેટ પ્રધાન ગણપત વસાવા, સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્યો મોહન ઢોડીયા, ઝંખનાબેન પટેલ, વી. ડી. ઝાલાવાડિયા સહિત ખેડૂત અગ્રણીઓએ મુખ્યપ્રધાનને સ્મૃતિભેટ અર્પણ કરી અભિવાદન કર્યું હતું.

મુખ્યપ્રધાનના હસ્તે માંડવી ખાતે “કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજના”નું લોકાર્પણ

મુખ્યપ્રધાને કોંગ્રેસ પર કર્યા પ્રહાર

આ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં ખાતમુહૂર્ત થયા બાદ વર્ષો સુધી કામ જ શરૂ થતું ન હતું અને બજેટ કરતાં ખર્ચો અનેકગણો વધી જતો હતો.

ABOUT THE AUTHOR

...view details