ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ઘોરણ 10માં 2 વખત નાપાસ થતા વિદ્યાર્થિનીએ કર્યો આપધાત - Gujarat

સુરત: ઉધના વિસ્તારમાં મહિલા શિક્ષિકાના આપઘાતની ઘટના થોડા દિવસો આગાઉ બની હતી ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. પરીક્ષામાં બે વખત નાપાસ થવાના કારણે વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખી આ પગલું ભર્યું હતું. વિ

ઘોરણ 10માં બે વખત નપાસ થવાના કારણે વિદ્યાર્થિનીએ કર્યો આપધાત

By

Published : May 7, 2019, 12:07 PM IST

વિદ્યાર્થીનીના અંધારિયા પગલાને લઇ પરિવાર શોકનો વાતાવરણ થવાઇ હયો છે. તો આ ઘટનાને લઈ ઉધના પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી આગળની તપાસ શરૂ કરી હતી.

ઉધના રોડ નંબર 2 પર મહાશિવ ફેબ્રીકેશન નામનું ખાતું આવેલું છે. આ ખાતામાં મૂળ યુપીના વતની અજય રાજભર વેલ્ડીંગ કામ કરી પોતાની ત્રણ દીકરી અને પત્નીનું ગુજરાત ચલાવે છે. અજય રાજભર ખાતાના જ ત્રીજા માળે આવેલ ચોલમાં પોતાના પરિવાર સાથે રહે છે. અજય રાજભરની 18 વર્ષીય પુત્રી પ્રિયાંશી ધોરણ 10માં અભ્યાસ કરતી હતી જે બે વખત નાપાસ થવાના કારણે નિરાશ થઇ હતી.

ઘોરણ 10માં બે વખત નપાસ થવાના કારણે વિદ્યાર્થિનીએ કર્યો આપધાત

ત્યારે પ્રિયંશીએ વહેલી સવારે 6 વાગ્યાના આસપાસ ખાતાના જ ત્રીજા માળે લોખંડની એંગલ વડે દુપટ્ટા વડે આપઘાત કરી લીધો હતો.પ્રિયંશી બે વખત ધોરણ 10 ની પરીક્ષા આપી ચુકી હતી.એટલું જ નહીં આગામી જુલાઈ માસમાં ફરી પરીક્ષા આપવાની પણ તેણે તૈયારીઓ અને ટ્યુશન કલાસ પણ ચાલુ કરી દીધા હતા.જો કે પરીક્ષામાં 2 વખત નાપાસ થતા તે હતાશ થઈ હતી જેથી તેણે આ પગલું ભર્યું હતું.

આપધાત કરવા અગાઉ તેણે સુસાઇટ નોટ પણ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે," મેં મેરી લાઈફ સે પરેશાન હો ચુકી હું,મેં પરીક્ષા મેં દો બાર ફેલ હો ચુકી હું.મમ્મી- પાપા આપ બહુત અચ્છે હો ઔર મુજે બહુત પ્યાર કરતે હો,મેં આપકી અચ્છી બચ્છી નહીં બન પાઈ ઉસકા મુજે અફસોસ હે". પુત્રીની આ સુસાઇડ નોટને લઈ પરિવારના પગ તળેથી જમીન સરકી પડી હતી.ત્યારે આ સમગ્ર મામલે ઉધના પોલીસ દ્વારા સુસાઇડ નોટ કબ્જે કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. તો પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details