સુરતઃશહેરના સમસ્ત માલધારી સમાજ દ્વારા આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા પશુપાલકો (Surat Maldhari Samaj )માટે બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પશુપાલકો દ્વારા પાલિકામાં તેમના પશુનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું(Cattle roaming in Surat)જાહેરનામું છે. આ જાહેરનામા અંતર્ગત પશુઓને ફરજિયાત ટેગ લગાવવામાં આવશે. પહેલી તારીખથી પાલિકા આ જાહેરનામા(Application form to Surat Collector)પર અમલીકરણ કરવામાં આવશે.
ગાયો માટે ચિપ અને લાઇસન્સની કાયદો પસાર કરવાની વાત -રાજ્ય સરકાર દ્વારા ગાયો માટે ચિપ અને લાઇસન્સની કાયદો પસાર કરવાની વાત છે. આ કાયદાનો માલધારી સમાજ બહિષ્કાર કરે છે. જેને લઈને આજે કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવા માટે આવ્યા છીએ. સરકાર જો કાયદો પાછો ના ખેંચે તો માલધારી સમાજ બધા સાથે મળી એક નવી રણનીતિ બનાવીશું. કાયદાને પાછા ખેંચવા માટેની જોગવાઈઓ કરીશું.