ત્યારે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના મહાદેવ નગરમાં રહેતા રાજેશ પટેલની પત્ની નયનાને 8 મેની સાંજે પ્રસૂતિની પીડા ઉપડી હતી. પાંડેસરાની લવલી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ નયાનાએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયું હતું. આ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ બીજા દિવસે સવારે નયના બાળકને દૂધ પીવડાવવા ગઈ હતી. તે સમયે તેણે બાળકીને જોઈને કહ્યું કે, છોકરીને નહીં પણ છોકરાને જન્મ આપ્યો હોવાની બૂમરાણ કરી મૂકી હતી.
સિવિલ હોસ્પિટલમાં બાળકની અદલા બદલી, માતા-પિતાના ડૉક્ટર પર આક્ષેપ - Children's exchange
સુરતઃ જિલ્લાની સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં બાળક અદલા-બદલી થઇ જવાના વિવાદ બાદ બાળકીના માતા-પિતા એક અઠવાડિયાની બાળકીને સિવિલમાં એકલી મૂકી નાસી ગયા છે. આ બાળક બદલાઈ ગયાનો માતા-પિતાએ આક્ષેપ કરતા તંત્ર બાળકીનો ડી.એન.એ ટેસ્ટ કરાવ્યો છે. જેનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.
અને બાળકના પિતા રાજેશે આક્ષેપ કર્યો હતો કે, લવલી હોસ્પિટલના તબીબોએ નયનાએ છોકરાને જન્મ આપ્યો હોવાનું કહ્યું હતું. તેમને હોસ્પિટલમાંથી છોકરો છે. એમ બતાવીને મોકલ્યા હતા અને સિવિલના કાગળો પર પણ છોકરાનો જ ઉલ્લેખ છે. પરંતુ બીજા દિવસે સવારે છોકરાને બદલી કાઢી હોવાનો માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો અને માતા પિતાના આક્ષેપને પગલે સિવિલ તંત્ર બાળકીનો ડી.એન.એ ટેસ્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ લેબમાં મોકલી આપવામાં આવ્યો છે.
પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. આ દરમિયાન રાજેશ અને તેની પત્ની નયના બાળકીને સિવિલમાં છોડી નાસી છૂટયા છે. ત્યારે ડોક્ટરોએ માતા-પિતાને બોલાવ્યા હતા. પરંતુ રવિવારથી કોઈ જ બાળકી પાસે આવ્યું નથી. તેથી ડૉક્ટરોએ આર.એમ.ઓ.ને જાણ કરી હતી. જોકે બાળકીને છોડીને માતા-પિતા ચાલ્યા જતા સપ્તાહની બાળકીની સંભાળ સિવિલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ કરી રહ્યો છે.