બાળકો હવે સુરતની સરકારી શાળામાં આંતરાષ્ટ્રીય લેવલના ક્લાસરૂમમાં ભણશે સુરત:ઔદ્યોગિક વિસ્તાર છે અને અહીં મોટાભાગે મજૂર વર્ગના લોકો રહે છે. આવા વર્ગના લોકોના બાળકો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની શાળાઓની જેમ ભણતર અને સુવિધા મળી રહે આ માટે સુરતમાં સ્માર્ટ મોડેલ શાળાઓ તૈયાર થઈ છે. આ એવી શાળાઓ છે કે જે પ્રાઇવેટ શાળાઓને પણ ટક્કર આપે છે. સ્માર્ટ શાળાની દરેક દિવાલ પર થ્રીડી પેન્ટિંગ સહિત અત્યાધુનિક સાયન્સ લેબ સાથે વિદ્યાર્થીઓ સ્માર્ટ પેનલ પર ભણી રહ્યા છે.
બાળકો હવે સુરતની સરકારી શાળામાં આંતરાષ્ટ્રીય લેવલના ક્લાસરૂમમાં ભણશે શાળામાં ભણાવવાની ઈચ્છા:શાકભાજીની લારી ચલાવનાર, સંચા કારખાનામાં મજૂરી કરનાર, ઓટોરિક્ષા ડ્રાઇવર અને સિક્યુરિટી ગાર્ડ જેવા અનેક લોકો જે સ્લમ વિસ્તારમાં રહે છે. તેમની ઈચ્છા હોય છે કે તેમના બાળકો ખાનગી શાળામાં ભણતર મેળવી શકે. પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ સરકારી શાળામાં ભણાવે છે. ત્યારે આવા બાળકોને પણ ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા મળી રહે એ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સ્માર્ટ મોડેલ શાળા તૈયાર કરવામાં આવી રહી છે. હાલના તબક્કામાં 11 જેટલી શાળાઓને સ્માર્ટ મોડેલ શાળામાં આવરી લેવામાં આવી છે. આવનાર દિવસોમાં તેની સંખ્યા વધશે. 11 માંથી એક બમરોલી ગામની છોટુભાઈ પુરાણી પ્રાથમિક શાળા જોઈ ભલભલાને પોતાના બાળકોને આ શાળામાં ભણાવવાની ઈચ્છા થઈ જશે.
બાળકો હવે સુરતની સરકારી શાળામાં આંતરાષ્ટ્રીય લેવલના ક્લાસરૂમમાં ભણશે આ પણ વાંચો Education in Gujarat Budget 2023 : શિક્ષણ માટે 43651 કરોડ, 20000નું શાળા વાઉચર સહિત દરેક તબક્કે સગવડોનું સુદ્રઢીકરણ
શાળા ખૂબ જ ગમી રહી છે:સ્માર્ટ શાળા અંતર્ગત અમારી આખી ડિજિટલ શાળા તૈયાર થઈ રહી છે. સૌથી અગત્યની વાત છે કે બાળકોને પણ આ શાળા ખૂબ જ ગમી રહી છે. કારણ કે આ સરકારી શાળા છે અને સરકારી શાળાની અંદર આવી સુવિધાઓ મળી રહી છે. જે પ્રાઇવેટ શાળાઓમાં પણ નથી. આ શાળામાં ભણવા માટે આવનાર બાળકો સ્લમ વિસ્તારના હોય છે. આવા બાળકોએ ક્યારે પ્રાઇવેટ શાળાઓ જોઈ પણ નથી . તેઓને અમારી સરકારી શાળામાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાની સાથે શાળાની દિવાલ શિક્ષણ લક્ષી 3D પેઇન્ટિંગ, સાયન્સ લેબ, દરેક ક્લાસમાં સ્માર્ટ પેનલ થકી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે--શાળાના આચાર્ય સુનિલ.બી.પટેલે
ઘરે જવાનું પણ મન થતું નથી:હું ધોરણ 1 થી અહીં ભણું છું. અગાઉ અમારી શાળા સ્માર્ટ મોડેલ શાળા નહોતી. હવે અમારી શાળા સ્માર્ટ મોડેલ શાળા બની ગઈ છે. પહેલા કરતાં હવે ભણવાનું મન વધારે થાય છે . ઘરે જવાનું પણ મન થતું નથી. અમને સ્માર્ટ બોર્ડ પર ભણવાની તક મળી છે. આ અંગે અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું. લોકો કહે છે કે સરકારી શાળામાં ભણતર સારું મળતું નથી. પરંતુ અમને એવું કશું લાગતું નથી કારણ કે અમારી શાળાએ પ્રાઇવેટ શાળાઓને પણ ટક્કર મારી છે. પ્રાઇવેટ શાળાઓમાં ફી વધારે લાગે છે અને અમને અહીં તમામ સુવિધા પ્રાઇવેટ શાળાની જેમ મળી રહે છે--વિદ્યાર્થીની હેમાલી
બાળકો હવે સુરતની સરકારી શાળામાં આંતરાષ્ટ્રીય લેવલના ક્લાસરૂમમાં ભણશે આ પણ વાંચો Jamnagar news: સરકારી શાળાની જર્જરિત ઈમારત, શિક્ષકોની અછત વચ્ચે વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા મજબૂર
દિવાલ પર થ્રીડી પેઇન્ટિંગ:છોટુભાઈ પુરાણી પ્રાથમિક શાળામાં સ્લમ વિસ્તારથી બાળકો આવે છે. આ બાળકો માટે પ્રાઇવેટ શાળા તો ઠીક પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની શાળાને ટક્કર આપનાર સ્માર્ટ મોડલ સ્કૂલ તૈયાર થઈ છે. શાળાની દરેક દિવાલ પર થ્રીડી પેઇન્ટિંગ કરવામાં આવી છે અને આ થ્રીડી પેઇન્ટિંગ તેમના વિષયના અભ્યાસક્રમને અનુરૂપ તૈયાર કરવામાં આવી છે. જેથી શાળામાં આવતાની સાથે તેમને દિવાલ પર જોઈને વિજ્ઞાન, ગણિતના અઘરા ટોપીક પણ સહેલાઈથી યાદ આવી જાય છે.
બાળકો હવે સુરતની સરકારી શાળામાં આંતરાષ્ટ્રીય લેવલના ક્લાસરૂમમાં ભણશે સંપૂર્ણ રીતે ડિજિટલ શાળા:અત્યાર સુધી સમિતિની શાળામાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન થી ભણાવવામાં આવતું હતું. પરંતુ આ વખતે સ્માર્ટ પેનલ થકી દરેક ક્લાસરૂમમાં ભણાવવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ રીતે ડિજિટલ શાળામાં બાળકો સહેલાઈથી વિડિયો-ઓડિયોના માધ્યમથી ભણી રહ્યા છે. સ્માર્ટ પેનલ ટચ સ્ક્રીન છે અને શિક્ષક આ સ્માર્ટ પેનલના માધ્યમથી બાળકોને માત્ર પુસ્તકનું જ્ઞાન જ નહીં પરંતુ પુસ્તક સિવાયની પણ અવનવી જાણકારીઓ શીખવી રહ્યા છે. શાળાની અંદર એક ફ્યુચર ક્લાસ પણ છે. જેમાં બાળકો વગર કોઈ પણ પુસ્તક લઈ જઈ માત્ર લેપટોપથી ભણે છે. આ માટે એક ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. જેમાં એક સાથે 40 જેટલા લેપટોપ ચાર્જ પણ થઈ જાય છે.
પોઇન્ટ બનાવવામાં આવ્યો:શાળાની અંદર સાયન્સ લેબ , મોટા પ્લે ગ્રાઉન્ડ સહિતની તમામ સુવિધાઓ છે. પરંતુ બાળકોને ઘર જેવા માહોલ અને લાગણીનો અનુભવ થાય આ માટે શાળાની અંદર એક ખાસ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. જ્યારે કોઈપણ વિદ્યાર્થીનો જન્મદિવસ હોય ત્યારે આ સેલ્ફી પોઇન્ટ પર થી તેમની સેલ્ફી લઈ તેમને માતા-પિતાને મોકલવામાં આવે છે. એટલું જ નહીં એક એવો પોઇન્ટ પણ છે. જ્યાં વિદ્યાર્થીઓ કોઈ અચીવમેન્ટ હાંસેલ કરે ત્યારે ત્યાં પણ તેની તસવીર લેવામાં આવતી હોય છે. માત્ર નિ:શુલ્ક ભણતર જ નહીં પરંતુ બાળકોને ઘરેથી લાવવા અને ઘર સુધી મોકલવા માટેની નિ:શુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. છોટુભાઈ પુરાણી સરકારી શાળામાં 11 જેટલી વાન છે. જે દોઢ કિલોમીટર વિસ્તારના વિદ્યાર્થીઓને ઘરે થી શાળાએ અને શાળા થી ઘરે મુકવાનું કામ કરે છે.