સુરતમાં સગીર વયના બાળકોનું આર્થિક શોષણ કરાતું હોવાની ફરિયાદના આધારે પુણાગામ વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ 130 કરતાં વધુ બાળકોને રાજસ્થાન બાળ આયોગ દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિલેનિયમ માર્કેટમાં સુરત બાળ શ્રમ આયોગ દ્વારા પણ છાપો મારી પાંચ જેટલા સગીર વયના બાળકોને કાળી મજૂરી કરતા મુક્ત કરાવવામાં આવ્યા હતા.
ભાઠેના વિસ્તારમાં છાપો મારી 19 જેટલા બાળ શ્રમિકોને મુક્ત કરાવાયા - surat news today
સુરત: ટાસ્કફોર્સ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે સુરતના ભાઠેના વિસ્તારમાં છાપો મારી 19 જેટલા બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. જેમાં બાળકો પાસે 10 કલાક કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. જ્યાં 19 પૈકીના છ બાળકો જરીકામ અને 13 બાળકો ખાટલી વર્કની કામગીરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. જોકે આ મામલે બાળમજૂરી કરાવનાર માલિકો સામે પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
જે દરમિયાન સુરત ટાસ્કફોર્સ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે મળેલી માહિતીના આધારે સુરતના ભાઠે વિસ્તારમાં આવેલા પુષ્પા નગરમાં છાપો મારી 19 જેટલા બાળકોને મુક્ત કરાવ્યા છે. સુરત ટાસ્કફોર્સ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગના દરોડા દરમિયાન તમામ બાળકો પાસેથી સાડીઓ પર જરીકામ અને ખાટલી વર્ક કામ કરાવવામાં આવતું હતું.
ઉપરાંચ બાળકોને દર મહિને 4000 રૂપિયાનું વળતર આપી તેની સામે 10 કલાક જેટલી કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાનું પણ બહાર આવ્યું હતું. જો કે હાલ તમામ બાળકોને સુરતના કતારગામ ચાર હોમમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે આ અંગે ઉધના પોલીસે પણ બાળ મજુરી કરાવનાર લોકો સામે કાર્યવાહીનો દોર શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે.