અમદાવાદમાં બનેલી ઘટનાને લઈ સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને મનપા સંચાલિત એમ્યુઝમેન્ટ પાર્ક સહિત ઉદ્યાનોમાં આવેલી રાઈડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના PWD ડિપાર્ટમેન્ટના અધિકારીઓ રિવરફ્રન્ટ ખાતે તપાસ માટે પોહચ્યા હતાં જ્યાં રિવરફ્રન્ટમાં રાઈડ સંચાલક પાસે ફિટનેસ સર્ટિ સહિતના કાગળોની પણ તપાસ કરવામાં આવી હતી. આ સાથે 18 જેટલી રાઈડનું પણ ડેમોંસ્ટ્રેશન કરી ટેસ્ટિંગ લેવામાં આવ્યું હતુ.
અમદાવાદની ઘટના બાદ સુરતમાં SMCનું તંત્ર સફાળુ જાગ્યુ, આકસ્મિક ચકાસણી હાથ ધરી - pwd department
સુરત : અમદાવાદના કાંકરિયા તળાવમાં બનેલી દુર્ઘટનામાં ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા હતાં, જ્યારે 27થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે રાઈડ કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે અને તંત્ર દ્વારા કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે. ત્યારે SMC અધિકારીઓની ટીમ પણ તાપી રિવરફ્રન્ટ મેળાની તપાસ માટે પહોંચી તમામ રાઈડનું ડેમોસ્ટ્રેશન કરી ચકાસણી કરવામાં આવી છે.
sur
જો કે, સુરતનું વહીવટી તંત્ર પણ સજાગ થયું છે. અમદાવાદમાં બનેલી ઘટનાનું સુરતમાં પુનરાવર્તન ન થાય તેનું પુરતું ધ્યાન આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.