ગુજરાત

gujarat

ETV Bharat / state

Grishma Vekariya Murder Case : સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ (Grishma Vekariya Murder Case) મામલે આજે સુરતની ફાસ્ટ્રેક કોર્ટમાં આરોપી ફેનિલ ગોયાણીને (Fenil Goyani Produced in Court) રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં આરોપી તરફે વકીલ તરીકે એડવોકેટ ઝમીર શેખ કેસ લડશે.

Grishma Vekariya Murder Case : સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યું
Grishma Vekariya Murder Case : સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યું

By

Published : Feb 25, 2022, 2:15 PM IST

સુરત : સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ મામલે (Grishma Vekariya Murder Case) આજે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યું છે. હવે સોમવારની તારીખ આપવામાં આવી છે. સરકારી વકીલ દ્વારા 80 પુરાવા કોર્ટમાં રજૂ કરાયા છે. સુનાવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હવે ડે ટુ ડે સુનાવણી થશે.

સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યું

નામદાર કોર્ટે આજે બધાની સામે કહ્યું, આ ટ્રાયલ ડે ટુ ડે ચાલશે

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને સુરત કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બિમલ. કે. વ્યાસના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સરકાર તરફે ચાર્જ આપવામાં આવ્યો છે. નામદાર કોર્ટ તરફથી તહોમતનામું (Surat Murder Case Update) ફરવામાં આવ્યું હતું, એ હેઠળ આરોપી વિરુદ્ધ IPC કલમ 302, 307, 354-B, 504-506 હેઠળ તહોમતનામું મુખ્ય ન્યાયાધીશ બિમલ. કે.વ્યાસે ફરમાવ્યો છે. તે ઉપરાંત નામદાર કોર્ટે આજે બધાની સામે કહ્યું, આ ટ્રાયલ ડે ટુ ડે ચાલશે.

આ પણ વાંચો:Grishma Vekariya Murder Case: ગ્રીષ્મા હત્યા કેસમાં કામરેજ પોલીસે માત્ર 4 જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી

આરોપી તરફથી એડવોકેટ ઝમીર શેખ હાજર થયા છે.

વધુમાં જણાવ્યુ કે, આરોપી તરફથી એડવોકેટ ઝમીર શેખ હાજર થયા છે. જે સોમવારે મેડિકલ પુરાવાઓ, ફરિયાદ પક્ષ પોતાના પુરાવાઓ રજૂ કરશે. જેમાં પોસમોટમ કરનાર ડૉક્ટરની જુબાની તે ઉપરાંત ઈજાગ્રસ્ત થનાર સુભાષ અને ફરિયાદીને પણ ફેનિલ ચપ્પુ માર્યું હતું. તો એમની જુબાની (Fenil Goyani Produced in Court) પણ સોમવારે લેવામાં આવશે.

શું હતો સમગ્ર બનાવ

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરા વિસ્તારમાં એક હિચકારી ઘટના સામે આવી હતી. જેમાં કાપોદ્રામાં રહેતો 21 વર્ષીય ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીના ઘરે પહોંચી ગયો હતો. અહીં ધમાલ મચાવી હતી. બાદમાં તેને પકડીને જાહેરમાં જ ગળું કાપી નાખ્યું હતું. એટલું જ નહીં યુવતીને બચાવવા તેનો ભાઈ વચ્ચે પડતા તેને પણ ચપ્પુના ઘા ઝીંક્યા હતા. યુવકે યુવતી નું ગળું કાપી હત્યા કર્યા બાદ યુવક તેની લાશ પાસે ઉભો રહીને કોઈને નજીક આવવા દેતો ન હતો.

આ પણ વાંચો:Grishma Last Seen at College CCTV : કોલેજમાં ગ્રીષ્માની છેલ્લી હાજરી સીસીટીવીમાં જોવા મળી

ઝેરી દવા પી અને હાથની નસ કાપી

હત્યા બાદ ફેનીલ ગોયાણીએ ઝેરી દવા પી અને હાથની નસ કાપીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. આમાં ફેનિલ ગોયાણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલના J4 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ત્યાંથી રજા આપ્યા બાદ કેસની તપાસ કરવામાં આવ્યો હતો. અને હવે કોર્ટમાં આ બાબતે કેશ ચાલી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details