હોળીના રંગોમાં રંગાઈ જઈ પ્રેમ અને ભાઇચારાનો સંદેશો પાઠવવાનો આ અનેરો અવસર માનવામાં આવે છે. જ્યાં લોકો એકબીજા સાથે ગુલાલ અને અવનવા રંગોમાં રંગાઈ જઈ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે છે. આવતીકાલે ધુળેટીનો પર્વ છે. ત્યારે શહેરભરની કોલેજોમાં યંગસ્ટર્સ દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ સ્ટર્સ કોલેજમા ધૂળેટીની ભવ્ય ઉજવણી જોવા મળી હતી.
સુરતમાં હોળીના પર્વની યંગસ્ટર્સે કરી ઉજવણી - SUR
સુરત: હોળી આવતાની સાથે કોલેજોમાં ધૂળેટીની રંગત જોવા મળી રહી છે. હોળીના પર્વ અગાઉ જ શહેરભરની કોલેજોમાં ડીજે અને અવનવા રંગોના સંગાથે યંગસ્ટર્સ દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે આ ઉજવણી કરવામા આવી હતી.
શહેરના શેરી, મોહલ્લા તેમજ ચોરાહ પર ધાર્મિક વિધિ પ્રમાણે હોળીકાદહનના ઠેર-ઠેર કાર્યક્રમો યોજાવાના છે. જ્યાં ખાસ કરીને પરિણીત મહિલાઓ પોતાના પરિવારની સુખાકારી અને આરોગ્ય જળવાય રહે તેવી આસ્થા સાથે હોળી માતાની પૂજા- અર્ચના કરશે. આવતીકાલે ધુળેટીનો પર્વ ગણવામાં આવે છે. જે પર્વને લઈ લોકો અવનવા રંગોની સંગાથે રંગાઈ જશે અને ધુળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતા નજરે પડશે. જો કે શહેરભરની કોલેજોમાં આજ રોજ યંગ સ્ટર્સ દ્વારા ધુળેટીના પર્વનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજોમાં યુવતીઓ ડીજેના તાલે ઝૂમતી નજરે પડી હતી.