ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ઉધના રેલવે સ્ટેશનના પર આખરે લાગશે CCTV - cctvcamera

સુરતઃ ઉધના રેલવે સ્ટેશન પર 32 સીસીટીવી કેમેરા લગાડી કેમેરાની સંખ્યા વધારી 86 કરવામાં આવી રહી છે. આરપીએફના પ્રિન્સિપાલ ચીફ સિક્યુરિટી કમિશ્નર દ્વારા ટૂંક જ સમયમાં બંને સ્ટેશનો પર કેમેરા લગાડી દેવાની વાત કરવામાં આવી છે.

સુરતમાં ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ,સર્ક્યુલેટિંગ એરિયા,અને સુરત ભેસ્તાન એન્ડ પર કેમેરા લગાડવામાં આવશે.

By

Published : May 18, 2019, 1:46 PM IST

ઉધના-સુરત સેક્શન પર ચાલુ ટ્રેને કોલેજ સ્ટુડન્ટનો મોબાઈલ લૂંટની ઘટનામાં પગ કપાઈ ગયા બાદ રેલવેને ઉધના અને સુરત રેલવે સ્ટેશનને સીસીટીવી કેમેરાનું મહત્વ સમજાયું છે અને કેમેરા લગાડવાની તૈયારી કરવામાં આવી છે.

હાલ સુરત રેલવે સ્ટેશને 32 સીસીટીવી કેમેરા છે, જયારે ઉધના રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ પણ સીસીટીવી કેમેરા લગાડવાનું મુહૂર્ત નીકળી શક્યું ન હતું. ઉધના રેલવે સ્ટેશને કેમેરા લગાડવા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સીસીટીવી કેમેરા લગાડવામાં રેલવેએ રસ દાખવ્યો ન હતો. આખરે 27 એપ્રિલના રોજ મહિલા મુસાફરનો પગ કપાઈ જવાની ઘટના બાદ RPF અને GRPના જવાન પર સતત દબાવ આવતા સાથે તેઓએ કેમેરા લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details