ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીનું આદર્શ ગામ- ગ્રામજનોની જાગૃતિના કારણે તાપીનું બુહારી ગામ કોરોના મુકત - special story

કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે જીવલેણ વાઈરસની બીજી લહેરમાં શહેરોની સાથે ગામડાઓમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાવાના કારણે સ્થિતિ ગંભીર બની છે. એવામાં તાપી જિલ્લાના વાલોડ તાલુકા મથકથી 11 કિલોમીટર દૂર આવેલા બુહારી ગામે ગ્રામજનોની જાગૃતિના પગલે 'મારું ગામ-કોરોના મુકત ગામ'ની ઉકિતને સાચા અર્થમાં સાર્થક કરી છે.

'મારૂ ગામ-કોરોના મુકત ગામ' અભિયાન સાર્થક
'મારૂ ગામ-કોરોના મુકત ગામ' અભિયાન સાર્થક

By

Published : May 17, 2021, 11:00 AM IST

  • 'મારૂ ગામ-કોરોના મુકત ગામ' અભિયાન સાર્થક
  • તાપી જિલ્લાનું બુહારી ગામ કોરોના મુક્ત
  • કોરોના અંગેના આકરા પ્રતિબંધો લગાવ્યા અને ગ્રામજનો પણ સતર્ક
  • સરકારની ગાઈડ લાઈન્સનું સખ્તાઈથી પાલન

તાપી:કોરોનાની બીજી ભયાનક લહેરમાં પણ ગામમાં કોરોનાના ખૂબ જ ઓછા કેસો સામે આવ્યા છે. આ અંગે ઉપસરપંચ સુરજભાઈ દેસાઈ ગામને કોરોના સંક્રમણથી બચાવવા માટે ગ્રામજનોને પુરો શ્રેય આપતા કહ્યું કે, કોરોનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય? આ માટે સમયાંતરે સરકારની ગાઈડલાઈન્સનું સખ્તાઈથી પાલન કરવામાં ગ્રામજનો સાથ સહકાર મળવાના કારણે ગામ કોરોનાથી મુક્ત રહી શક્યું છે. અમારા ગામમાં કોવિડ સમિતિનું ગઠન તો બહૂ પહેલા જ કરવામાં આવ્યું હતું. આ કોવિડ સમિતિએ ગ્રામજનો પર કોરોના અંગેના આકરા પ્રતિબંધો લગાવ્યા અને ગ્રામજનો પણ સતર્ક હતા.

તાપી જિલ્લાનું બુહારી ગામ કોરોના મુક્ત

આ પણ વાંચો:'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન - ઠાસરા તાલુકાના ગામોને કોરોના મુક્ત કરવા બેઠક યોજાઈ

ગામમાં કોઈ સંક્રમિતના થાય તે માટે એક રણનીતિ બનાવવામાં આવી

રાજ્યમાં કોરોના મહામારીની શરૂઆત બાદથી ગામમાં કોવિડ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. ગામમાં કોઈ સંક્રમિતના થાય તે માટે એક રણનીતિ બનાવવામાં આવી અને તેને લાગૂ કરવામાં આવી. જેમાં ગામના દરેક વિસ્તારને સમયાંતરે સ્વચ્છ કરવામાં આવ્યા. જ્યારે ગ્રામ બોલોપંચાયત તરફથી દરેક વ્યકિતને સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. ઉપસરપંચે વધુમાં જણાવ્યું કે, ગામના સાર્વજનિક સ્થળો, દુકાનો અને ફળિયાઓમાં સંક્રમણ ન ફેલાય તે માટેના પગલાં પણ લેવામાં આવ્યા છે. ગામના ચબૂતરે તેમજ અન્ય સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે.

આ પણ વાંચો: મારૂ ગામ કોરોના મુક્ત : વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે ઉમરગામની લીધી મુલાકાત

લોકોએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો

કોરોના મહામારી વચ્ચે કોવિડ પ્રોટોકૉલ મુજબ ગામમાં પ્રસંગો પણ થયા છે. ઉપસરપંચે કહ્યું કે, જિલ્લામાં બુહારી ગામના લોકોની જાગૃતિના કારણે જ ગામ કોરોનાની બીજી લહેરમાં સંક્રમણથી બચી શક્યું છે. ગામમાં કોરોના વાઈરસના સામાન્ય લક્ષણો વાળા કેસો પણ એકલ દોકલ જોવા મળે છે. કોરોના વેક્સિન અંગે લોકોની ગેરમાન્યતા દૂર કરવા માટે પંચાયતના સભ્યોએ વોર્ડના લોકોમાં જાગૃતિ લાવી છે. જેના કારણે લોકોએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.

ABOUT THE AUTHOR

...view details