ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપના ધારાસભ્ય કહે છે કે, સરકારમાં ગેરકાયદેસર કામો થઈ રહ્યાં છે - ઓલપાડ ન્યૂઝ

ઓલપાડ: જ્યારે વાડ ચીભડા ગળી જાય ત્યારે કેવું થાય..જી....હા..સુરતના ઓલપાડ તાલુકામાં 10-20 નહીં આશરે 116થી પણ વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવી દેવાયા છે. આ વાત ત્યારે ખુલ્લી જ્યારે એન્ટિ-કરપ્શનના ટ્રેપમાં સરસ ગામના સરપંચના પતિ લાંચ લેતાં ઝડપાયા હતા. ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલ પણ માની રહ્યા છે કે, તાલુકામાં 150 ગેરકાયદેસર ઝીંગા તળાવ ધમધમી રહ્યા છે. આ તમામ ગેરકાયદેસર બનેલા ઝીંગા તળાવ ભ્રષ્ટાચારનું કારણ બની ગયા છે.

ભાજપના ધારાસભ્ય કહે છે કે, સરકારમાં ગેરકાયદેસર કામો થઈ રહ્યાં છે

By

Published : Oct 3, 2019, 3:13 PM IST

આ અંગેનો ખુલાસો ત્યારે થયો જ્યારે એન્ટીકરપ્શનની ટ્રેપમાં સરસ ગામના મહિલા સરપંચના પતિ બ્રિજેશ પટેલ ગેરકાયદેસર ઝીંગા તળાવ ચલાવવા માટે 25 હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાયા હતા. આ અંગે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં લાંચ ન આપવામાં આવે તો તળાવ તોડી પાડવાની ધમકી અપાઈ હતી. જો એક ઝીંગા તળાવ ચલાવવા માટે 25 હજાર રૂપિયાની માંગ થતી હોય તો અનુમાન લગાવી શકાય કે, અહીં 116થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવ પર કેટલી લાંચ લેવાતી હશે. ગેરકાયદેસર ઝીંગા તળાવ બાબતે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ બદલાવ આવ્યો નથી.

સુરતના સાંસદ દર્શના જરદોશે પોતાના આદર્શ ગામ સરસ ગામને તરીકે વિકસિત કર્યું હતું. આ ગામમાંથી જ ગેરકાયદેસર ઝીંગા તળાવ મળી આવતા એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. કેટલાક મહિના પહેલા જિલ્લા કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, આ તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવને તોડી પાડવામાં આવે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.

ભાજપના ધારાસભ્ય કહે છે કે, સરકારમાં ગેરકાયદેસર કામો થઈ રહ્યાં છે

આમ, ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા ઝીંગા તળાવને લઈ સ્થાનિકોમાં એક તરફ રોષ છે, તો બીજી તરફ ગેરકાયદેસર ઝીંગા તળાવ ચલાવવા માટે હપ્તાખોરી કરવામાં આવી રહી છે. જેથી ઝીંગા તળાવ એક ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયાં છે. જો આવી સ્થિતિમાં તત્કાલ તળાવો દૂર કરવામાં નહીં આવે તો આવા ગેરકાયદેસર ઝીંગા તળાવની સંખ્યા વધે શકે છે.

ABOUT THE AUTHOR

...view details