ACB તરફથી બહાર પાડેલી એક જાહેરાતમાં કહ્યું છે કે, આરોપી જયંતીલાલ ભંડેરી કોર્પેરેટર સિવાય ભાજપ શાસિત સુરત નગર નિગમના પાણી સંબંધિત સમિતિના ઉપાધ્યક્ષ પણ છે.
સુરતમાં ભાજપના કોર્પોરેટર 50 હજારની લાંચ લેતા ઝડપાયા - Gujarati News
અમદાવાદઃ ગુજરાતના સુરત શહેરમાં ભાજપના એક કોર્પોરેટર બુધવારે એક દુકાનદાર પાસેથી 50,000ની લાંચ લેતા પકડાયો છે. ગુજરાતના લાંચ રીશ્વત બ્યૂરો (ACB) એ આ જાણકારી આપી છે.
પ્રતિકાત્મક ફોટો
ભંડેરી સુરતની દાભોલી-સિંગનપોર વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે. ACB એ કહ્યું કે, ભંડેરીએ દુકાનદારને રહેણાંક વિસ્તાર પાસેની જગ્યા વાપરવા માટે 50,000 રુપિયાની લાંચ માંગી હતી.