ગુજરાત

gujarat

By

Published : Aug 11, 2019, 8:36 PM IST

ETV Bharat / state

નેધરલેન્ડના એમ્સ્ટર્ડેમમાં બાઈકીંગ ક્વીન્સની બાઈક ચોરાઈ

સુરત: સુરતની બાઈકીંગ ક્વીન્સની 25 દેશની સફરમાં અનેક મુશ્કેલી આવી રહી છે. મોસ્કોમાં મહત્વના સભ્ય એવા જીનલ શાહના પાસપોર્ટ સહિતના દસ્તાવેજ ચોરાય ગયા અને ના છુટકે જીનલ શાહને સુરત પરત ફરવું પડ્યું હતું. આગળ વધી રહેલી બાઈકીંગ ક્વીન્સની યાત્રાને બીજી ગંભીર મુશ્કેલી સામે આવી છે. એમ્સ્ટર્ડેમમાં રાત્રી રોકાણ દરમિયાન હોટેલના પાર્કિંગમાંથી ડો.સારીકા મહેતા અને રૂતાલી પટેલના બંને બાઈક ચોરી થઈ ગયા.

નેધરલેન્ડના એમ્સ્ટર્ડેમમાં બાઈકીંગ ક્વીન્સની બાઈક ચોરાઈ

એમ્સ્ટર્ડેમની પોલીસમાં ફરિયાદ નોંધાવીને ડો. સારીકાએ જણાવ્યું હતું કે, અમે સવારે જાગીને જોયું તો અમારા બાઈક એની જગ્યાએ ન હતા. અમે તરત જ હોટેલમાં અને પછી પોલીસને જાણ કરી હતી. સાથે જ અમે ભારતીય દૂતાવાસને પણ આ અંગે જાણ કરી હતી. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પણ એને કેટલો સમય લાગશે એની ખબર નથી. અહી બીજા બાઈકર સાથે સંપર્ક કરીને અમે એવો નિર્ણય કર્યો છે કે, અમે અમારી યાત્રા ચાલુ રાખીશું. આવતીકાલ 12મી ઓગસ્ટે પેરીસ પહોંચીને ત્યાંથી બીજી બાઈક ભાડે લઈને અમે આગળની યાત્રા ચાલુ રાખીશું.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ આયોજન મુજબ બાઈકીંગ ક્વીન્સ 15મી ઓગષ્ટની ઉજવણી ભારતીય સમાજ અને સંસ્થાઓ સાથે સ્પેનના બાર્સેલોનામાં ઉજવવાના છે. યાત્રા 25મી ઓગસ્ટે લંડનમાં પૂર્ણ થશે.

ABOUT THE AUTHOR

...view details