ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાર્જમાં મૂકેલી બાઇકમાં બ્લાસ્ટ થતા સંપૂર્ણ ઘરવખરી બળીને થઈ ખાખ

સુરતના પલસાણા તાલુકામાં ગંભીર ઘટના બની છે. અંત્રોલીમાં ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગતા(electric bike caught fire in palsana surat) મોટી દુર્ઘટના બનવા પામી છે. રાત્રે ઘરની અંદર ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ચાર્જ કરી સુવા જતા રહેલા પરિવાર મુસીબતમાં મુકાયું હતું. રાત્રી દરમિયાન ઘરમાં ચાર્જ કરવા મુકેલી બેટરી ફાટતા જોત જોતામાં આખા ઘરમાં (Electric Bike Fire )આગ ફેલાઈ હતી.

ચાર્જમાં મૂકેલી બાઇક બ્લાસ્ટ થતા સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ
ચાર્જમાં મૂકેલી બાઇક બ્લાસ્ટ થતા સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ

By

Published : Dec 24, 2022, 2:27 PM IST

ચાર્જમાં મૂકેલી બાઇકમાં બ્લાસ્ટ થતા સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ

સુરત: જિલ્લાના પલસાણા તાલુકાનાં અંત્રોલી ખાતે ચાર્જમાં મૂકેલી ઇલેક્ટ્રીક બાઇકમાં અચાનક આગલાગતાં ઘરમાં આગ(electric bike caught fire in palsana surat) ફેલાઈ ગઈ હતી. આગને કારણે ઘર વખરીને મોટાપાયે નુકસાન થયું હતું. જો કે પરિવાર સહીસલામત બહાર નીકળી આવતા મોટી જાનહાનિ ટળી હતી. પરિવાર ઇલેક્ટ્રીક બાઇક ચાર્જમાં મૂકીને સૂતો હતો તે સમયે શુક્રવારે ચાર વાગ્યાની આસપાસ અચાનક બેટરીમાં ધડાકો (Electric Bike Fire )થતાં અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં ઘરમાં આગ લાગી જતાં પરિવારજનોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગમાં ઘરવખરીને મોટું નુકસાન થયું હતું.

મોટો ધડાકો:અંત્રોલી ગામે રામ નગર ફળિયામાં રહેતા સન્મુખભાઈ દલપતભાઈ મોદી તેમના પરીવાર સાથે રહે છે. તેમની પાસે એક ઇલેક્ટ્રીક બાઇક છે. ગત રાત્રે ઇલેક્ટ્રીક બાઇકની બેટરી ચાર્જ કરવા માટે મૂક્યા બાદ પરિવાર સૂઈ ગયો હતો. દરમ્યાન સવારે ચાર વાગ્યાની આસપાસ ઘરમાં અચાનક મોટો ધડાકો થતાં પરિવારજનો ઉપરાંત આજુબાજુના રહીશો પણ જાગી ગયા હતા. જાગીને જોતાં ચાર્જમાં મૂકેલી ઇલેક્ટ્રીક બાઇકની બેટરીમાં ધડાકા સાથે આગ લાગી ગઈ હતી.

આગ પર સંપૂર્ણ કાબૂ:જોતજોતામાં આગ આખા ઘરમાં પ્રસરી જતાં પરિવાજનો તત્કાલીક બહાર નીકળી ગયા હતા. દરમ્યાન સ્થાનિક લોકોએ સતત પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફાયર બ્રિગેડની ટીમ પણ આવી જતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. આગમાં લગભગ મોટા ભાગની ઘરવખરી બળીને ખાખ થઈ જતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. આ ઉપરાંત બે મોટર સાઇકલ પણ આગની ચપેટમાં આવી જતાં સંપૂર્ણ બળી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details