પશ્ચિમ બંગાળના મૂર્તિકારો માટે સુરત માઁ દુર્ગાની મૂર્તિ બનાવવા માટે માઁ લક્ષ્મીનું ધામ સુરત :કોલકતામાં નવરાત્રી દરમિયાન માઁ દુર્ગાની પૂજા સૌથી વધુ પ્રખ્યાત છે. બંગાળી મૂર્તિકારો દ્વારા દુર્ગા માતાની પ્રતિમા ખૂબ જ અલૌકિક અને સુંદર બનાવવામાં આવતી હોય છે. જોકે બંગાળના કેટલાક કારીગરો બંગાળ છોડીને નવરાત્રીના કેટલાક મહિના પહેલા જ સુરત આવી જતા હોય છે. બંગાળના મૂર્તિકારો માટે સુરત માઁ લક્ષ્મીનું નિવાસસ્થાન સાબિત થાય છે. કારણ કે અહીં માઁ દુર્ગાની પ્રતિમા બનાવીને તેઓને આખા વર્ષ માટેની આવક મળી જાય છે.
કોલકાતાની પ્રખ્યાત દુર્ગાપૂજા : પશ્ચિમ બંગાળથી સુરતમાં આશરે 200 થી પણ વધુ મૂર્તિકાર ચાર મહિના પહેલાથી જ સુરત આવી જતા હોય છે. સુરત શહેર નવરાત્રી પહેલા આ બંગાળી મૂર્તિકારો માટે ખૂબ જ મહત્વનો ગણાય છે. સુરતમાં પ્રખ્યાત કોલકત્તામાં જે દુર્ગા માતાની પ્રતિમા જોવા મળતી હોય છે, તે બનાવવા માટે તેઓ હજારો કિલોમીટર દૂર પોતાના વતનથી સુરત આવી જતા હોય છે. દેશભરમાં કોલકાતા દુર્ગાપૂજા પ્રખ્યાત છે અને દુર્ગા પ્રતિમાઓની ડિમાન્ડ પણ વધારે હોય છે. તેમ છતાં આ મૂર્તિકારો સુરત આવી જાય છે. જેની પાછળનું મુખ્ય કારણ છે કે પશ્ચિમ બંગાળમાં મૂર્તિકારોની સંખ્યા સૌથી વધારે છે. તો પશ્ચિમ બંગાળની જગ્યાએ અન્ય રાજ્યોમાં જઈ માઁ દુર્ગાની પ્રતિમા બનાવી આવક મેળવવા મૂર્તિકારો સુરત આવી જતા હોય છે.
હું ખેડૂત પુત્ર છું. પરંતુ પરિવારના ભરણપોષણ માટે દુર્ગા માતાની પ્રતિમા બનાવવાની શરૂઆત કરી હતી. આ માટે નાનપણથી જ હું દુર્ગા માતાની પ્રતિમા કઈ રીતે બનાવવામાં આવે છે તે શીખ્યો હતો. ભણતર છોડીને પ્રતિમા બનાવવાની શરૂઆત કરી હતી. સુરત આવા પાછળનું કારણ છે કે અહીં આવક વધારે થાય છે. -- દિલીપભાઈ (મૂર્તિકાર)
બંગાળી મૂર્તિકાર : મૂર્તિકાર વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ પેઢીથી પરિવારના સભ્યો દુર્ગાપૂજા માટે પ્રતિમા બનાવતા આવી રહ્યા છે. દુર્ગા માતાની પ્રતિમા બનાવવા માટે હું કોલકત્તાથી માઁ ગંગાની માટી લઈને સુરત આવું છું. અહીંના લોકો અમારી પ્રતિમા પસંદ કરે છે કારણ કે, પીઓપી કરતા પણ અમે માટીની પ્રતિમાઓની ફિનિશિંગ સૌથી સારી રીતે કરી શકતા હોઈએ છીએ. વાળથી લઈને તેમના કાપડ અંગે તમામને વાસ્તવિક રૂપ આપવા માટેની સામગ્રી હોય છે તે અમે સારી રીતે કરતા હોઈએ છીએ. જેથી સુરત અને ગુજરાતના લોકો અમારી દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાઓ ખૂબ જ પસંદ કરે છે. સુરતમાં દુર્ગા પ્રતિમા 15000 રૂપિયાથી શરૂ થાય 25000 રૂપિયા સુધી વેચાય છે.
માઁ દુર્ગાની પ્રતિમા :મૂર્તિકારે વધુમાં જણાવ્યું હતું કે, 80 થી 100 જેટલી પ્રતિમાઓ વેચાઈ જાય છે. અમે આ પ્રતિમા બનાવવામાં ત્રણ પ્રકારની માટીઓ વાપરતા હોઈએ છીએ. કોલકત્તાથી ગંગા માટી, સુરતથી તાપી નદીની માટી અને જામનગરથી ખાસ ચીકણી માટી લાવીએ છીએ. આ ત્રણેય માટીઓને એકત્ર કરી અમે માઁ દુર્ગાની પ્રતિમા બનાવીએ છીએ. અત્યારે અમારી સાથે 20 જેટલા કારીગરો છે. મુખ્ય કારીગર હોય મહિને 65000 ની કમાણી કરતો હોય છે. સુરતથી વતન પરત ગયા પછી અમે ત્યાં પણ મૂર્તિ બનાવવાનું કામ કરીએ છીએ. ત્યાં નવરાત્રી સમયે દુર્ગા પ્રતિમા બનાવનાર લોકોની સંખ્યા વધારે હોય છે અને કોમ્પિટિશન પણ વધારે હોવાથી અમે સુરત આવી જઈએ છીએ.
- Navratri Heart Attack Case : ગરબે ઘુમતા ખેલૈયાઓ માટે ETV BHARAT નો વિશેષ અહેવાલ, જાણો હાર્ટ એટેકથી બચવાના ઉપાય
- Navratri 2023: જૂનાગઢની ધાર્મિક પરંપરા અનુસાર નવરાત્રી પૂર્વે બેઠા ગરબાનું કરવામાં આવ્યું આયોજન