ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલી તાલુકા કોંગ્રેસ પ્રમુખનું નિધન - congress

બારડોલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગણપત પટેલનું ગઈકાલે ગુરુવારના રોજ હ્રદય બંધ પડી જવાથી નિધન થયું હતુ. તેઓ હાલમાં જ કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા. તેઓ લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.

બારડોલી તાલુકા કોંગ્રેસ પ્રમુખનું નિધન
બારડોલી તાલુકા કોંગ્રેસ પ્રમુખનું નિધન

By

Published : Mar 12, 2021, 8:43 PM IST

  • ગુરુવારે સાંજે અચાનક તબિયત લથડી
  • હ્રદય બંધ પડી જતા મોત
  • સ્થાનિક નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી

સુરત :બારડોલીમાં તસ્કરોનો આતંક, 7 દુકાનોના તાળાં તૂટ્યાતાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગણપત પટેલનું ગઈકાલે ગુરુવારના રોજ મોત થયું હતું. સાંજે અચાનક તબિયત લથડતા તેમને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન હ્રદય બંધ થવાથી મોત થયું હતું.

6 મહિના પહેલા જ બન્યા હતા પ્રમુખ

ગણપતભાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 6 મહિના પહેલા જ પ્રમુખ બન્યા હતા. તેઓ લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત તેઓ ધામડોદ ખાતે આવેલા સાઈ મંદિરના જમીનના દાતા અને હાલ સાઈ ઉપાસના ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ તરીકે પણ કાર્યરત હતા.

આ પણ વાંચો -બારડોલીમાં સિટી મોલ કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યું

સામાજિક અને સેવાકીય કાર્યમાં જોડાયેલા હતા

આ ઉપરાંત અનેક સામાજિક અને સેવાકીય કાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ તેમની પાછળ પત્ની અને સંતાનમાં 1 પુત્ર, 4 પુત્રીઓને છોડી ગયા છે. કોંગી અગ્રણીઓ અને સ્થાનિક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો -સુરત જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો: 36માંથી 34 બેઠક પર વિજય

ABOUT THE AUTHOR

...view details