- જિતેન્દ્રસિંહ વાંસિયાએ યુવતીની છેડતી કરી હોવાના આરોપ
- જિતેન્દ્રસિંહ વાંસિયાને તેના પદ પરથી દૂર કરવામાં આવ્યા
- જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ મીડિયાને આ અંગે માહિતી આપી
સુરત: સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેકટર અને બારડોલી તાલુકા ભાજપના પ્રમુખ ઉપરાંત અનેક સહકારી સંસ્થા સાથે જોડાયેલા જિતેન્દ્રસિંહ વાંસિયાએ આજથી થોડા દિવસ અગાઉ સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલયમાં એક આદિવાસી યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ જિલ્લા સંગઠન સહિત પ્રદેશ ભાજપને કરવામાં આવી હતી. પરંતુ આ અંગે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નોંહતા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ કર્યા સસ્પેન્ડ
આ દરમિયાન સમગ્ર ઘટના અંગે મીડિયામાં અહેવાલ પ્રગટ થયા બાદ કાશ્મીરથી પરત ફરેલા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ હરકતમાં આવ્યા હતા અને પક્ષની છબી ખરડાઈ રહી હોય જેની સામે આક્ષેપ થાય હતા. તે જીતેન્દ્રસિંહ વાંસિયાને બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ પદેથી અને પ્રાથમિક સભ્ય પદેથી તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સંદીપ દેસાઈ કાશ્મીરથી આવે તે પહેલા આ મામલાને રફેદફે કરવા માટે કેટલાક નેતાઓએ રીતસરના ધમપછાડા કર્યા હતા.
કાર્યકરો અને હોદ્દેદારોમાં પણ ફફડાટ
પરંતુ સંદીપ દેસાઈએ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવી પક્ષની છબીને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સંદીપ દેસાઈએ આ અગાઉ બારડોલીના નગરસેવકનો બીભત્સ વિડીયો વાઇરલ થવાના પ્રકરણમાં તેમજ બાબેનમાં બારડોલી તાલુકા પંચાયતની સભ્યનો દારૂ વેચતો વિડીયો વાઇરલ થવાના પ્રકરણમાં પણ બંનેને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જિતેન્દ્રસિંહ સામે લેવામાં આવેલા કડક પગલાંને લઈ અન્ય કાર્યકરો અને હોદ્દેદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.