- BAના વિદ્યાર્થીને રોડ ક્રોસ કરતા અજાણ્યા બાઇક ચાલક દ્વારા અડફેટે લેતા સ્થળ પર જ મોત
- મિત્રો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો
- રોડ અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી
સુરત :વેસુ વિસ્તારમાં આવેલા મારાવીલા કોમ્પ્લેક્સ નજીક BAના વિદ્યાર્થીને રોડ ક્રોસ કરતા વેળાએ અજાણ્યા બાઇક ચાલકો દ્વારા અડફેટે લેતા સ્થળ પર જ મોત થયું હતું. જોકે, ત્યારબાદ તરત તેમના મિત્રો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું. પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ વિદ્યાર્થીનું નામ હિતેશ રાય હતું. જેઓ સુરતના ભેસ્તાન ખાતે આવેલા સિદ્ધાર્થનગરમાં રહે છે. હિતેશ રાયને તેના જ મિત્રો દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : આંંધ્રપ્રદેશ રોડ અકસ્માતમાં 25 ઈજાગ્રસ્ત, 4ના મોત
ઘરે કોઈને કહ્યા વગર ઘરથી ફરવા માટે નીકળી પડ્યો હતો
મૃતક હિતેશના પિતા આતિષ કુમાર રાય દ્વારા એમ જણાવવામાં આવ્યુ કે, મારો પુત્ર હિતેશ રાય ત્રણ મહિના પહેલા જ સુરત આવ્યો હતો. તે BAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. અમે લોકો ભેસ્તાન ખાતે આવેલ સિદ્ધાર્થનગરમાં રહીએ છીએ અને ઘરે કોઈને કહ્યા વગર ઘરથી ફરવા માટે નીકળી પડ્યો હતો. તેનું વેસુમાં અજાણ્યા બાઇક ચાલક દ્વારા અડફેટે લેતા મોત થયું છે. તેવું મને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે. મારા છોકરા હિતેશને તેના જ મિત્રો દ્વારા સિવિલ હોસ્પિટલમાં લાવામાં આવ્યો હતો પરંતુ હાલ એક પણ મિત્ર દેખાઇ રહ્યો નથી.
અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ
સુરતના વેસુમાં થયેલા અજાણ્યા બાઈક ચાલક દ્વારા BAના વિદ્યાર્થીને અડફેટે લેતા મોત થયું હતું. તે રોડ અકસ્માત સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. જેમ મૃતક હિતેશ રાયને તેના મિત્રોની ગાડી ઉપરથી ઉતારીને તેના હાથમાં દંડો પણ જોવામાં આવી રહ્યો છે. ત્યારબાદ હિતેશ રાય રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા બાઈક ચાલકો દ્વારા અડફેટે લેતા મોત થયું હતું.
આ પણ વાંચો : મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રોડ અકસ્માતમાં 13 લોકોનાં મોત
CCTVના આધારે અજાણ્યા બાઇક ચાલકની શોધખોળ ચાલી રહી
પોલીસ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, સુરતના વેસુ વિસ્તારમાં મારવીલા કોમ્પ્લેક્સ નજીક અજાણ્યા બાઇક ચાલક દ્વારા રોડ અકસ્માતમાં મોતને ભેઠેલા હિતેશ રાય મોત થયું છે. પરંતુ સાચું કારણ તો તેમના મિત્રો દ્વારા જ જાણવા મળશે. તેમના મિત્રો પણ આ સમય દરમિયાન હાજર નથી. અમને ડૉક્ટર દ્વારા પણ એમ કહેવામાં આવ્યું છે કે, હિતેશ રાયને હોસ્પિટલ લાવનાર તેમના મિત્રો જ હતા. તેમના મિત્રો કેમ હિતેશને છોડી જતા રહ્યા. તેમના મિત્રોની શોધ ખોળ ચાલી રહી છે. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ કાઢવામાં આવ્યો છે. ત્યારપછી સાચું કારણ બહાર આવશે. હાલ CCTVના આધારે અજાણ્યા બાઇક ચાલકની પણ શોધખોળ ચાલી રહી છે.