સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા બોટનિકલ ગાર્ડન નજીક ફાઇનાન્સર અને તેના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોતાની કાળા રંગની કારમાં બેસી રામદેવ બોટેનિકલ ગાર્ડન પાસે પસાર થઈ રહ્યા હતાં. તે દરમિયાન અજાણ્યા બાઇક સવારો આવીને તેમની ગાડી રોકી તેમને ફટકા મારી હુમલો કરી નાસી છૂટ્યા હતાં. હુમલાખોરો 3 બાઈક પર સવાર થઈ આવ્યા હતાં અને હુમલો કરી બાઈક છોડીને નાસી ગયા હતાં. પાનસર અને તેના ભાઈને ઇજા થતા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.
સુરતમાં ફાઇનાન્સર અને તેના ભાઈ પર જીવલેણ હુમલો - surat police
સુરત: રાંદેર વિસ્તારમાં ફાઇનાન્સર અને તેના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે બંનેની હાલત ગંભીર છે. બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બંને ભાઈ પોતાની કારમાં રાંદેરના બોટનીકલ ગાર્ડન પાસેથી પસાર થઇ રહ્યા હતાં. તે સમયે અજાણ્યા બાઇક સવારો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેની તપાસ સુરત રાંદેર પોલીસે શરૂ કરી હતી.
etv bharat
ફાયનાન્સર દિપક ઉર્ફ રાજન કાલે પોતાના ભાઈ રોશન સાથે કારમાં નીકળ્યો હતો. તે દરમિયાન બંને ઉપર હુમલો થયો હતો. બંને અંબિકાનગર સોસાયટીમાં રહે છે અને ઘટના અંગે રાંદેર પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિપક માથાભારે છબી ધરાવે છે. જેથી પૈસાની લેતી-દેતીના કારણે હુમલો થયો હોય તેવું પોલીસ માની રહી છે. બંને અંબિકા નગરમાં રહે છે. જેથી ત્યાંના સ્થાનિકોની પૂછપરછ પોલીસે શરૂ કરી છે.