કમલેશ તિવારીની હત્યા માટે અસફાકે રોહિત સોલંકી બની પોતાના વોટ્સ એપ નંબરથી હિન્દૂ સમાજ પાર્ટીના યુપીના પ્રદેશ અધ્યક્ષ ગૌરવ ગોસ્વામીને fb એકાઉન્ટની લિંક મોકલી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર કરવા પણ જણાવ્યું હતું. પોતાના fb એકાઉન્ટનો સ્ક્રીન શોટ મોકલી ગૌરવ ગૌસ્વામીને ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ત કરવા વિન્નતી કરી હતી.
કમલેશ તિવારી હત્યા કેસમાં વધુ એક ખુલાસો - યુપીના અધ્યક્ષ ગૌરવ ગોસ્વામી
સુરત: હિન્દૂ સમાજ પાર્ટીના કમલેશ તિવારી હત્યા કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો હતો. જેમાં કમલેશ તિવારી હત્યા કેસના આરોપી અસફાક મામલે વધુ એક ખુલાસો બહાર આવ્યો હતો. આરોપી અસફાકે રોહિત સોલંકીના નામે હિન્દૂ સમાજ પાર્ટીના યુપીના અધ્યક્ષ ગૌરવ ગૌસ્વામીને પણ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. અસફાખ સાથે ફરીદે પણ હિન્દૂ યુવક સંજય તરીકે ઓળખ આપી હતી.
etv bharat
પોતાની ઉપર ગૌરવ વિશ્વાસ કરે તે માટે અસફાકે પોતે કટ્ટર હિન્દૂ છે. આવી ઓળખ સ્થાપિત કરવા તેણે ઝોમેટો વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. હત્યા કરવા ગયેલા અસફાકે પોતાની ઓળખ રોહિત તો ફરીદે સંજય આપી હતી.