સુરત : જિલ્લામાં સતત વધી રહેલા વાહનચોરીના ગુનાને નાથવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 10 દિવસમાં 20 જેટલા ચોરાયેલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે, ત્યારે બીજી બાજુ ચોરીના મોટર સાયકલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે સુરત સહીત આણંદ જિલ્લામાં મોટર સાયકલ ચોરીના બનાવને અંજામ આપતા હતા. આ ત્રણેમાંથી બે કિશોર વયના આરોપીઓ છે.
કિશોર વયે મોટર સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપનાર બે કિશોર સહિત ત્રણની ધરપકડ - crime news in surat
કિશોર વયે મોટર સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપનાર બે કિશોર સહિત 3 ની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. આ અગાઉ પણ આ બંને કિશોર ચોરીની ઘટનામાં ઝડપાઇ ચૂકયા છે. આ ત્રણે પાસેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે સાત જેટલા મોટરસાયકલો ઝપ્ત કર્યા છે. જેમાંથી સુરતના છ જુદા-જુદા વિસ્તારમાંથી ચોરી કરાયેલા મોટરસાયકલ છે તો એક આણંદ જિલ્લામાંથી ચોરી કરવામાં આવ્યું હતું.
સુરત
સુરતના સરથાના વરાછા અને પુણાગામ વિસ્તારથી આ ચોર ટોળકીએ 6 મોટરસાયકલની ચોરી કરી હતી. જ્યારે આણંદ જિલ્લાના તારાપુર વિસ્તારમાંથી 1 વાહન ચોરી કરી સુરત લઈ આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને કિશોરો અગાઉ પણ એક દુકાનમાં 1,10,000ની ચોરી કરતા ઝડપાઇ ચૂકયા છે. જ્યારે અન્ય આરોપીની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.