ગુજરાત

gujarat

By

Published : Jan 7, 2020, 3:05 AM IST

ETV Bharat / state

સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ

સુરત :સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન સ્થળ સંચાલક તરીકે શાળાની બિલ્ડિંગમાં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની નિમણૂંક કરવામાં આવે તેવી માગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

surat
સુરત

આગામી વર્ષ 2020ને લઇ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે. ત્યારે આ પરીક્ષાઓ સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં લેવામાં આવનાર છે. જો કે, સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાં લેવામાં આવતી સંચાલકની નિમણુંકને લઈને વિવાદ વકર્યો છે. તેમજ શાળાઓમાં બોર્ડની પરીક્ષાના સમયે શાળામાં સ્થળ સંચાલક તરીકે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકની નિમણૂક કરવામાં આવે તેવી માંગ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ

બોર્ડની પરીક્ષાઓ દરમિયાન શાળાની બિલ્ડિંગોમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ભૂતકાળમાં ઉઠી છે. જેના કારણે આવી ગેરરીતિ આચરવામાં ન આવે તેને લઇ રાજ્ય શિક્ષણ બોર્ડ નિયમોમાં ફેરફાર કરે તેવી માંગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details