ગુજરાત

gujarat

ETV Bharat / state

મોંઘવારી, બેરોજગારી કરતા સુરતના આ વિધાનસભા વિસ્તારમાં પ્રદૂષણ બન્યો સૌથી મોટો મુદ્દો - સુરત મહાનગરપાલિકા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક મુદ્દાઓ આ ચૂંટણીમાં જોવા મળશે. મોંઘવારી, વીજળી, પાણી અને બેરોજગારી સહિત આ વખતે સુરતમાં પ્રદૂષણ (Important issue in Constituency of Surat) પણ એક મોટો મુદ્દો (Pollution become Important issue in Constituency) રહેશે કારણ કે સુરત એક ઔદ્યોગિક વિસ્તાર છે અને શહેરના મધ્યમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આવી છે જેના કારણે આસપાસના વિસ્તારની સોસાયટીના રહીશોના સ્વાસ્થ્ય પર સીધો અસર પડી રહ્યો છે.

મોંઘવારી, બેરોજગારી કરતા સુરતના આ વિધાનસભા વિસ્તારમાં પ્રદૂષણ બન્યો સૌથી મોટો મુદ્દો
મોંઘવારી, બેરોજગારી કરતા સુરતના આ વિધાનસભા વિસ્તારમાં પ્રદૂષણ બન્યો સૌથી મોટો મુદ્દો

By

Published : Oct 19, 2022, 6:46 PM IST

સુરતશહેરમાં મોંઘવારી, વીજળી, પાણી અને બેરોજગારી કરતા પણ સૌથી મહત્વનો મુદ્દો ( Important issue in Constituency of Surat) આ વખતે પ્રદૂષણ બની ગયો છે. સુરત શહેર આમ તો સ્માર્ટ સિટી છે, પરંતુ આ શહેરના મધ્યમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. સુરત શહેરના મધ્યમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના કારણેપ્રદૂષણનું (Pollution due to textile industry) જોખમ પણ વધી ગયું છે.

સ્થાનિકોએ આ અંગે અનેકવાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત નેતાઓને ફરિયાદ પણ કરી છે અને આશ્વાસન પણ મળ્યું છે કે આ ઔદ્યોગિક એકમોને શહેરની બહાર સ્થાપિત કરવામાં આવશે.

હવા પાણી અને જમીનના પ્રદૂષણમાં ઉતરોતર વધારો છેલ્લા એક દાયકામાં સુરતમાં હવા પાણી અને જમીનના પ્રદૂષણમાં ઉતરોતર વધારો થયો છે. સુરતમાં 350 જેટલી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ગેસ અને કોલસો આધારિત છે. જેના કારણે પ્રદૂષણમાં વધારો થયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં (Pandesara area of Surat) ડાઈન એન્ડ પ્રિન્ટિંગ મિલ્સમાંથી (Dine and Printing Mills) ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે ચડે છે. જેના કારણે આસપાસના વિસ્તારના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તેમના ઘરે ચારે બાજુ ધૂળ જોવા મળે છે. સ્થાનિકો પોતાના બાળકોને રમવા ઘરેથી બહાર મોકલી પણ શકતા નથી.

ગંભીર બીમારીઓના શિકારસ્થાનિકોએ આ અંગે અનેકવાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (Pollution Control Board) સહિત નેતાઓને ફરિયાદ પણ કરી છે. આશ્વાસન પણ મળ્યું છે કે, આ ઔદ્યોગિક એકમોને શહેરની બહાર સ્થાપિત કરવામાં આવશે. જોકે આજે પણ આ સમસ્યા જેમની તેમ જોવા મળે છે. સ્થાનિકોના ઘરની અંદરથી લઈ અગાસી પર ધૂળની પરત જોવા મળે છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે, આ વિસ્તારના વૃદ્ધ અને બાળકો ને ધૂળના કારણે શરદી અને ઉધરસની સમસ્યા થતી હોય છે. ધુમાડામાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ લોકોના શરીર અને શ્વાસમાં જતો હોય છે. જેની ગંભીર બીમારીઓના શિકાર આ વિસ્તારના લોકો બની શકે છે. હાલ પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા છે. આ વિસ્તાર ગુજરાતના ઉધના વિધાનસભા મત ક્ષેત્રમાં આવે છે.

ખૂબ જ ગંદી થઈ જતી હોય છેરહેવાસી ભાવના વાઘે જણાવ્યું હતું કે, સોસાયટીની આસપાસ જે મિલો આવેલી છે. ત્યાંથી ધૂળ ઉડીને અમારી સોસાયટીમાં આવે છે. એના લીધે અમારું ઘર ચોખ્ખું રહેતું નથી. અમને અમારા છોકરાઓને બહાર રમવા મોકલવાનું હોય તો પણ તેમાં પણ ખૂબ જ મુશ્કેલી થઈ જાય છે. કારણ કે, છોકરાઓ પણ ગંદા થઈ જાય છે ઉનાળાના ઋતુમા આ સમસ્યા વધી જાય છે. અમને ધાબે કંઈક સુખવવું કે મૂકવું હોય તો વસ્તુઓ ખૂબ જ ગંદી થઈ જતી હોય છે. દર બે મહિનામાં અમારા છોકરાઓને શરદી ખાંસી થતી જ હોય છે. વધારે છોકરાઓ બહાર રમે તો ચોક્કસથી તેઓ બીમાર પડી જાય છે.

ખાડીમાં કોઈ કેમિકલ નાખી જાય છેશોભના પાટીલે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીની બાજુમાં GIDC આવેલી છે અને ઘરની પાછળ ખાડી આવેલી છે. જેના કારણે પ્રદૂષણની સમસ્યા (Pollution problem in Surat) થાય છે અને અમારી તકલીફો વધી ગઈ છે. ખાડીમાં કોઈ કેમિકલ પણ નાખી જાય છે. અનેકવાર ફરિયાદ પણ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા એક બે વાર સાફ સફાઈ કરવામાં આવે છે, પરંતુ ફરીથી આવી જ સમસ્યા ઊભી થઈ જાય છે.

દર બીજા દિવસે આખા ઘરની સાફ સફાઈ કરવી પડે છે પટેલ મનીષાએ જણાવ્યું હતું કે, સોસાયટીની આજુબાજુમાં જે મિલો છે. પ્રદૂષણના કારણે ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. બાળકો અને વૃદ્ધોને ખૂબ જ તકલીફ થાય છે. જે લોકોની સારવાર ચાલી રહી છે. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. સાંજ પછી જોઈ શકાય છે કે મિલોમાંથી કેટલો ધુમાડો નીકળે છે. ત્રણ દિવસમાં ધૂળના કારણે આખા ઘરની સાફ સફાઈ કરવી પડતી હોય છે. એના કારણે લોકોને ખાંસીની સમસ્યા પણ થાય છે.

ઉદ્યોગોને શહેરની બહાર શિફ્ટ કરવા માટે તજવીજહાલ ઉધના વિધાનસભાના ધારાસભ્ય વિવેક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, આ વિસ્તારમાં પ્રદૂષણની માત્રા છે પણ તે અંગે સ્થાનિક તંત્ર અને સરકાર બન્ને કાર્યરત છે. આ ઔદ્યોગિક વિસ્તારને શહેરની બહાર શિફ્ટ કરવા માટે પણ અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ કાર્ય શરૂ પણ થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details