સુરતઆપઘાતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ફરી એક વાર આપઘાતની ઘટનાસામે આવી છે. શહેરના પાંડેસરા(Surat Pandesara Police) વિસ્તારમાં 22 વર્ષીય યુવકે મોઢામાં થેલી મૂકી બંને હાથ બાંધી આપઘાત(Surat Suicide Case) કર્યો છે. જેને લઇને પુરા વિસ્તારમાં ચકચારમચી ગયો હતો.
હાથ બાંધી કર્યો આપઘાતપાંડેસરા વિસ્તારમાં બમરોલી રોડ(Bamroli Road in Pandesara area) ઉપર આવે સાઈકૃપા સોસાયટીમાં રહેતો 22 વર્ષીય ચેતન સુથારે આપઘાત કરી લીધો હતો. પોતાના ઘરમાં કોઈ કારણોસર મોઢામાં થેલી મૂકી બંને હાથ બાંધી કર્યો હતો. જે બાદ તરત જ ચેતનને તાત્કાલિક પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યા તેને મરણ (suicide incident) જાહેર કરવામાં આવ્યો હતો.
આપઘાતનો ગુનોંમોતનું સાચું કારણ જાણવા માટે બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તે સાથે જ પાંડેસરા પોલીસને પણ જાણ કરતા પાંડેસરા પોલીસે(Surat Pandesara Police) હાલ તો આપઘાતનો ગુનોંધી આગળની તપાસ(Surat Crime) હાથ ધરી છે. જોકે આ ઘટના પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. છેલ્લા છ મહિના પહેલાજ તેની સગાઈ થઈ હતી.
ખૂબ જ હતાશ મૃતક ચેતનના મામા વિક્રમએ જણાવ્યું કે,ચેતન ઘણા સમયથી ખૂબ જ હતાશ રહેતો હતો. તે પ્રાઇવેટ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયરિંગનું કામ કરતો હતો. છેલ્લા છ મહિના પહેલા તેની સગાઈ થઈ હતી. સગાઈ બાદ તે ખૂબ જ હતાશ રહેતો હતો. ઘણી વખત તેને પૂછ્યું પરંતુ તેણે આ મામલે કોઈ જવાબ આપ્યો ન હતો.
રૂમ બંધ કર્યોવધુમાં જણાવ્યું કે, ગઈકાલે તેણે રૂમ બંધ કર્યો હતો અને રૂમનો દરવાજો ખટકાવતા દરવાજો ખોલ્યો નહીં હતો. અંતે અમારે દરવાજો તોડી અંદર જવું પડ્યું હતું. અંદર જોતાની સાથે જ અમારા હોત ઉડી ગયા હતા. ચેતના મોઢામાં થેલીઓ ભરી હતી. તેના બંને હાથ પણ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. એટલે અમે લોકોએ તાત્કાલિક ચેતનના હાથ ખોલી મોઢામાંથી થેલી કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે ચેતન મૃત જાહેર કર્યો હતો.
આ મામલે તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ મનસુખ જણાવ્યું કે,અમે ચેતનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. ડોક્ટરનું કહેવું છે કે, ચેતનના શ્વાસ રૂઢવાના કારણે તેમોત થયું છે તેવું કહી શકાય છે. પરંતુ હાલ પણ મોતનું સાચું કારણ જાણવા માટે તેના વિવિધ સેમ્પલો લઈને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણવા મળશે. હાલ તો આ વિચિત્ર પ્રકારનો આપઘાતથી લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.