સુરત: હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, ધાડ, ખંડણી અને લેન્ડ ગ્રેબિંગ જેવા ગંભીર ગુના આચરનાર સજ્જુ કોઠારી સહિત તેના ગેંગના સાગરિતો વિરૂધ્ધ અઠવા પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધી સજ્જુ કોઠારી સહિતના આરોપીઓની 6 મહિના પહેલા ધરપકડ કરી હતી. દરમિયાન આ ગેંગનો સાગરિત અલ્લારખા ઉર્ફે સાહિલ શેખ મુંબઇ હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચે તેને મુંબઇના વિરાર ઇસ્ટ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
Sajju Kothari Gang: કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગનો વધુ એક સાગરિત મુંબઈથી ઝડપાયો - સજ્જુ કોઠારી ગેંગ
કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગના વધુ એક સાગરિતને મુંબઈથી ઝડપી લેવામાં આવ્યો હતો. નાસતાં ફરતાં આરોપી અલ્લારખા ઉપર 20 હજારનું ઇનામ પણ જાહેર કરાયું હતું.
Published : Dec 22, 2023, 2:44 PM IST
'સજ્જુ કોઠારી ગેંગનો એક સભ્ય 45 વર્ષીય અલ્લારખા ઉર્ફે સાહિલ ગુલામમુસ્તુફા શેખ ગુજસીટોક નોંધાયા બાદ ફરાર થઇ ગયો હતો. દરમિયાન તે મુંબઇ ખાતે હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળતા તેને મુંબઇના વીરાર ઇસ્ટ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ અંગે વધુ તપાસ DCP બી.પી.રોજીયા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અલ્લારખા ઉપર પોલીસ દ્વારા 20 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.' - લલિત વાઘડીયા, સુરત ક્રાઈમ બ્રાન્ચ
કોણ છે સજ્જુ કોઠારી: સજ્જુ કોઠારી આ ગેંગનો મુખ્ય સભ્ય છે અને હાલ જેલમાં બંધ છે. શહેરમાં મોહમદ સાજીદ ઉર્ફે સજ્જુ ઉર્ફે ગુલામ મોહમદ કોઠારી તેના સાગરિતો સાથે મળીને સજ્જુ કોઠારી ગેંગના નામે શહેરમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, ધાક ધમકી, આર્મ્સ એક્ટ તેમજ મની લોન્ડરીંગ અને લેન્ડ ગ્રેબીંગ સહિતના ગંભીર ગુના આચરી રહ્યા હતા. તેમની આ ગુનાહિત પ્રવૃત્તિઓ સતત ચાલુ રહેતા છ મહિના પહેલા અઠવા પોલીસે સજ્જુ કોઠારી ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સજ્જુ કોઠારી તેમજ મોહમદ સમીર સલીમ શેખની ગઇ 25 માર્ચ 2022ના રોજ ધરપકડ કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ત્યારે જે જેલમાંથી પણ બહાર તેની ગેંગને ચલાવી રહ્યો હોવાની જાણકારી પણ સામે આવી હતી.