પિતા સાથે રામલીલા જોવા ગયેલી ચાર વર્ષની બાળકીને નરાધમ દ્વારા અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યા હતા. આ ઘટના ને ચાર દિવસ થઈ ગયા છે. પરંતુ અત્યાર સુધી નરાધમની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે SITની રચના પણ કરી છે. જુદી જુદી 12 ટીમ પણ બનાવવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
સુરતમાં દુષ્કર્મના આરોપીની ભાળ આપનારને 50,000નું ઈનામ
સુરત : સચીન GIDC વિસ્તારમાં ચાર દિવસ પહેલા ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. પિતા સાથે રામલીલા જોવા ગયેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાને ચાર દિવસ થઈ ગયા છે. પરંતુ અત્યાર સુધી આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી. જેને લઈ સુરત પોલીસે આરોપી જાણકારી આપનાર ને 50000 રૂપિયાની નામ આપવાની જાહેરાત કરી છે.
સચીન GIDC સહિત અન્ય વિસ્તારોના CCTV પણ મંગાવવામાં આવ્યા છે. આરોપીને ઓળખ આપનારને 50 હજારનું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ સુરત પોલીસ ટૂંક સમયમાં આરોપી સુધી પહોંચશે. જ્યારે સુરત પોલીસની એક ટીમ ગુજરાત બહાર પણ રવાના કરવામાં આવી છે.સાથે કેટલાક CCTV કે જેમાં આરોપી દેખાય છે તેના DVR પોલીસે કબ્જે કર્યા છે.
CCTVન આધારે સુરત પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. આ જ ફોટા સાથેનું 10000 પેમ્પલેટ શહેરભરમાં લગાડવામાં આવનાર છે.સાથે શ્રમિક વિસ્તારોમાં પોલીસ આરોપીના ફોટો બતાવીને પૂછપરછ પણ કરી રહી છે.