સુરત જિલ્લામા ડાંગરની સૌથી વધુ ખેતી ઓલપાડ તાલુકામાં થાય છે. ત્યારે ખેડૂતોને તેમના પાકના બદલામાં પુરતા ભાવ મળી રહે, તેવા શુભ આશ્રયે ઓલપાડ તાલુકામાં કાર્યરત થયેલી અમુક સહકારી મંડળીઓ હવે ખેડૂતોના હિતને બાજુ પર રાખી પોતાના હિતને જોઇ ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે.
સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા નીચા ભાવ મળતા ખેડૂતોમાં રોષ - Latest news of surat
સુરત: એક તરફ કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકશાન થઈ રહ્યુ છે. જ્યારે બીજી બાજુ અમુક સહકારી મંડળીઓ ડાંગરના પાકની આવક થવાની સાથે જ પોતાને અંગત સ્વાર્થ પાર પાડવા મિલોને ટેકાના ભાવ કરતા નીચા ભાવે ડાંગરનુ વેચાણ કરી ખોટું કરતા મંડળીઓ અને ખેડૂતોમાં કચવાટ ઉભો થયો છે.
કમોસમી વરસાદને લઇને ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને મોટું નુકશાન થવાથી ખેડૂત આર્થિક ભારણમાં મુકાયો છે. ત્યારે સહકારી મંડળીઓએ ખેડૂતોનાં હિતનું વિચારવાને બદલે કેટલીક મંડળીઓમાં ડાંગરની આવક થવાની સાથે જ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા નીચા ભાવે પૌઓ મિલોને નીચા ભાવે વેચાણ કરવાનું શરુ કર્યુ છે.
રાજયમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજય સરકાર દ્વારા રુ 363 જેટલા ટેકાના ભાવ ડાંગરનો રાખ્યો છે. તેમ છતાં કેટલીક સહકારી મંડળીઓના અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે ટેકાના ભાવ કરતા નીચા ભાવે વેચાણ કરી રહ્યા છે. જે રીતે માહિતી મળી રહી છે, તે મુજબ સરકારના ટેકાના ભાવ કરતા રુ 20 ઓછા એટલે કે રુ 343 ના ભાવે ડાંગરનું વેચાણ કરી રહી છે.