ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીના આ આશ્રમમાં થાય છે ગાંધીજીના સિદ્ધાંતોની ઝાંખી...

સુુરતઃ ​​​​​​ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરી ગાંધીના સિદ્ધાંતો પર ચાલવાની વાત કરવામાં આવી રહી છે, ત્યારે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે પ્રાથનાસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે આશ્રમમાં સરદાર કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા રેંટિયો કાતવામાં આવે છે અને સાચા અર્થમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે.

Gandhi

By

Published : Oct 2, 2019, 9:35 PM IST

Updated : Oct 2, 2019, 9:55 PM IST

દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીને યાદ કરીએ એટલે ચોક્કસ બારડોલીના સ્વરાજ આશ્રમની યાદ આવતી હોય છે. બારડોલી સાથે ગાંધીજીનો અતુટ નાતો છે. બારડોલી સત્યાગ્રહ સમયે બાપુ અવાર નવાર આશ્રમમાં આવતા હતા. તે સમયે સત્યાગ્રહીઓની ચિંતા કરી પગભર બનાવવા ખાદી વણાટ માટે એક ચરખો બનાવવામાં આવ્યો હતો. જે બારડોલીમાં બનાવ્યો હોવાથી તેને બારડોલી ચક્ર નામ આપવામાં આવ્યું હતું. આજે પણ સ્વરાજ આશ્રમમાં ગાંધીજીની તમામ યાદો હયાત છે.

બારડોલીના આ આશ્રમમાં થાય છે ગાંધીજીના સિંદ્ધોતાની ઝાંખી

બારડોલીના સ્વરાજ આશ્રમમાં આવેલી સરદાર કન્યા છાત્રાલયમાં ગાંધી જયંતીની ઉજવણી ખાસ રીતે કરવામાં આવે છે. છાત્રાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા વહેલી સવારથી પ્રાથના કરી ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ગાંધીજીને યાદ કરતા રેંટિયો કાંતવામાં આવે છે અને ખાસ કરીને છાત્રાલયમાં અભ્યાસ ક્રમમાં દરેક વિષયો પૈકી એક રેંટિયો કાંતવાનો વિષય પણ છે.

બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે ગાંધીજીની ઘણી યાદો જોડાયેલી છે. જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. આજે પણ સ્વરાજ આશ્રમમાં આવેલા સરદાર નિવાસમાં ગાંધીજી ઉપયોગમાં લેતા તે ડેસ્ક, સાહિનો ખડીયો, કલમ, બેસવા માટેની વ્યવસ્થા , વાસણો અને બારડોલી ચક્ર તેજ સ્થિતિમાં આજે પણ સાચવવામાં આવ્યા છે.

Last Updated : Oct 2, 2019, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details